Jamnagar

જામનગરના બહુ ચર્ચિત 12 વર્ષની બાળકીના અપહરણકાંડમાં આરોપીને 10 દિવસની રઝળપાટ બાદ શોધી લેવાયો

By GS Team
18 Jul 20262 mins read
TukuTouch Logo
જામનગર પોલીસે 10 દિવસમાં અપહૃત 12 વર્ષીય સગીરાને પોરબંદરમાંથી હેમખેમ મુક્ત કરાવી છે. ગ્રામ્ય વિસ્તારની ગરીબ વિધવા માતાની પુત્રીને જેસીબી ચાલક કાના મેરામણ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. પોલીસે ટેકનિકલ એનાલિસિસથી આરોપીને ઝડપી પાડ્યો છે. બાળકીના તબીબી પરીક્ષણ બાદ અપહરણ ઉપરાંત દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના બહુ ચર્ચિત 12 વર્ષની બાળકીના અપહરણકાંડમાં આરોપીને 10 દિવસની રઝળપાટ બાદ શોધી લેવાયો

Jamnagar: જામનગરના ગ્રામ્ય વિસ્તારમાંથી એક ગરીબ વિધવા મહિલાની 12 વર્ષની સગીર પુત્રીના અપહરણના કેસમાં જામનગર પોલીસે માત્ર 10 દિવસમાં ટેકનિકલ એનાલિસિસના આધારે પોરબંદરમાંથી બાળકીને હેમખેમ મુક્ત કરાવી છે. આ સાથે અપહરણ કરનાર જેસીબી ચાલક આરોપી કાના મેરામણને ઝડપી લઈને જામનગર લાવવામાં આવ્યો છે. બાળકીનું તબીબી પરીક્ષણ કરાવ્યા બાદ પોલીસે અપહરણ ઉપરાંત દુષ્કર્મ અને પોક્સો સહિતની ગંભીર કલમો ઉમેરી આરોપીની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક ગરીબ વિધવા મહિલાની 12 વર્ષની સગીર પુત્રીને પોરબંદરનો જેસીબી ચાલક કાના મેરામણ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. ઘટનાની જાણ થતાં ગભરાયેલી માતાએ બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.

આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો હતો. વિધવા મહિલાના સમર્થનમાં સમાજના આગેવાનો અને સ્થાનિક લોકો મેદાને ઉતર્યા હતા. બાળકીને તાત્કાલિક શોધી કાઢવાની માંગ સાથે ધરણાં, રજૂઆતો તેમજ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિવિધ સામાજિક કાર્યક્રમો દ્વારા પણ ઝડપી કાર્યવાહી માટેની માંગ કરાઈ હતી.

જે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સતત તપાસના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. ૧૦ દિવસની સઘન તપાસ બાદ એલસીબીની ટીમે પોરબંદરમાં દરોડો પાડી આરોપી કાના મેરામણને ઝડપી લીધો હતો અને તેની ચુંગાલમાંથી બાળકીને સુરક્ષિત રીતે મુક્ત કરાવી હતી.

ત્યારબાદ બાળકીની મેડિકલ તપાસણી કરાવ્યા બાદ તેના વાલીને સોંપવામાં આવી હતી. બાળકીની તબીબી તપાસના આધારે પોલીસે ગુનામાં દુષ્કર્મ તેમજ પોક્સો અધિનિયમની કલમોનો ઉમેરો કરીને આરોપી સામે વધુ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીને કારણે માત્ર દસ દિવસમાં આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલાતા બાળકીને સુરક્ષિત રીતે પરિવાર સુધી પહોંચાડવામાં સફળતા મળી છે.