જામનગરના યુવકે ઇરાકમાં ભારતનો તિરંગો લહેરાવી આપ્યો દેશપ્રેમનો ગૌરવપૂર્ણ સંદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: ગુજરાતના જામનગર શહેરમાં રહેતા એક યુવાન સોયબ સબ્બીરભાઈ લાખાએ ઇરાકના પવિત્ર શહેર કરબલામાં આવેલી ઇમામ હુસૈનની મઝારે જિયારત દરમિયાન ભારતીય તિરંગો લહેરાવી દેશપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવનો અનોખો સંદેશ આપ્યો હતો.
આ પવિત્ર જિયારત દરમિયાન તેમણે ભારતનો રાષ્ટ્રીય ધ્વજ પોતાના હાથમાં રાખીને દેશ પ્રત્યેનો પ્રેમ, સન્માન અને ગૌરવ વ્યક્ત કર્યો હતો. આમ શ્રદ્ધા, દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનાં પ્રતિક તરીકે ઊભરી રહેલી આ યુવકની તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ પ્રશંસા પામી રહી છે તથા યુવકને આ સિદ્ધિ બદલ મિત્રો અને પરિવારજનો તરફથી ખૂબ જ અભિનંદન પાઠવવામાં આવી રહ્યાં છે. તેમજ લોકોનું કહેવું છે કે આ પ્રસંગ માત્ર એક તસ્વીર નહીં પરંતુ દેશની તમામ જનતા માટે દેશપ્રેમ અને ધાર્મિક આસ્થાનો એક પ્રેરણાદાયક સંદેશ છે.




