Jamnagar
જામનગરમાં સ્કૂટરની ડેકીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
By GS Team
12 Jul 20261 min read
જામનગર: હરીયા સ્કૂલ પાસે સીટી 'સી' ડિવિઝન પોલીસે દરોડો પાડી રાજેશ સુખલાલ સીતાપરા (ઉ.વ. 35) નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની જ્યુપિટર સ્કૂટરમાંથી 40 નંગ વિદેશી દારૂના ચપટા મળી આવ્યા હતા. પોલીસે દારૂ અને સ્કૂટર સહિત કુલ રૂ. 38,814નો મુદ્દામાલ જપ્ત કર્યો. પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચાલુ છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર શહેરના હરીયા સ્કૂલ પાસે જાહેર રોડ પરથી સીટી 'સી' ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે દરોડો પાડી એક શખ્સ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
પોલીસે રાજેશ સુખલાલ સીતાપરા (ઉ.વ. 35), રહે. જનતા ફાટક નજીક, હરસિદ્ધિ મંદિર પાસે, ઝૂંપડપટ્ટી, જામનગરને તેની જ્યુપિટર સ્કૂટર સાથે અટકાવ્યો હતો. તપાસ દરમિયાન સ્કૂટરની ડેકીમાંથી ઈંગ્લીશ દારૂના 40 નંગ ચપટા મળી આવ્યા હતા.
દારૂના જથ્થા ઉપરાંત સ્કૂટર સહિત કુલ રૂ. 38,814નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે સીટી 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.