જામનગરમાં સિદ્ધિવિનાયક સોસાયટીમાં દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો અને તોડફોડ કરનાર પતિ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગર શહેરના પંચકોશી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી ઘરવખરીમાં તોડફોડ કરનાર એક વ્યક્તિ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ અંગે સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા દીનાબેન હરદાસભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.12 જુલાઈ, 2026ના રોજ સાંજે આશરે સાડા પાંચ વાગ્યે તેમના પતિ હરદાસભાઈ મેરામણભાઈ પરમાર દારૂના નશામાં ઘરે આવ્યા હતા અને પત્ની સાથે ઘરમાં તેમજ શેરીમાં ઝઘડો કરી ઘરનો સામાન તોડી નાખ્યો હતો. બનાવને પગલે પરિવારજનોએ જનરક્ષક-112 પર જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હરદાસભાઈ પરમારને કસ્ટડીમાં લઈ પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.
પોલીસે બે પંચોની હાજરીમાં તપાસ કરતા હરદાસભાઈ પરમારના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી, આંખો નશાથી લાલ હતી તેમજ તેઓ શરીરનું સંતુલન જાળવી શકતા ન હતા અને લથડિયા ખાતા હોવાનું જણાયું હતું. પોલીસે દારૂ પીવા અંગેનો પાસ-પરમિટ રજૂ કરવા જણાવ્યું હતું, પરંતુ તેમની પાસે કોઈ પાસ-પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે હરદાસભાઈ મેરામણભાઈ પરમાર વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(બી) અને 85(1) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




