Jamnagar

લાલપુર નજીક ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટમાં કામ કરતી વખતે પટકાતાં એક મજૂરનું સારવાર દરમિયાન મોત

By GS Team
26 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરના ડેરા છીકારી ગામ પાસેના પી.વી. સોલાર સેલ-2 પ્લાન્ટમાં 16 જુલાઈએ કામ કરતા બિહારના ચુનચુન કૃષ્ણા ચૌહાણ (ઉ.વ. 37) અકસ્માતે પટકાતા ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મેઘપર (પડાણા) પોલીસે બીએનએસએસ કલમ 194 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લાલપુર નજીક ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટમાં કામ કરતી વખતે પટકાતાં એક મજૂરનું સારવાર દરમિયાન મોત

Jamnaar: જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ડેરા છીકારી ગામની સીમમાં આવેલા પી.વી. સોલાર સેલ-૨ પ્લાન્ટમાં કામ દરમિયાન અકસ્માતે પટકાઈ જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા બિહારના એક મજૂરનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં મેઘપર (પડાણા) પોલીસ મથકે બીએનએસએસ કલમ 194 હેઠળ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, બિહાર રાજ્યના નાલંદા જિલ્લાના કેવઈ બિઘા ગામના રહેવાસી ચુનચુન કૃષ્ણા ચૌહાણ (ઉ.વ. 37), જે હાલ મોટી ખાવડી ખાતે રહેતા હતા, તેઓ તા. 16 જુલાઈના રોજ સવારે આશરે ૧૧ વાગ્યે ડેરા છીકારી સીમમાં આવેલા પી.વી. સોલાર સેલ-2 પ્લાન્ટમાં મજૂરી કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અકસ્માતે પડી જતાં તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ઇજાગ્રસ્ત મજૂરને પ્રથમ ટાઉનશીપ મેડિકલ સેન્ટરમાં સારવાર માટે ખસેડાયા બાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના ભાઈ શશુધન કૃષ્ણનંદન ચૌહાણની જાણના આધારે મેઘપર (પડાણા) પોલીસ મથકે અકસ્માત મોત અંગે બીએનએસએસ કલમ ૧૯૪ મુજબ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.