Jamnagar

જામનગરમાં પાનની પીચકારીના મુદ્દે ઘરમાં ઘૂસી મારામારી : છરી, કુહાડી તથા ધોકાથી જીવલેણ હુમલો

By GS Team
10 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરમાં ડીવાઇન હોસ્પિટલ પાછળ રીધ્ધિ-સિધ્ધિ એપાર્ટમેન્ટમાં પાનની પિચકારી મુદ્દે ઝઘડો થયો હતો. 8 સપ્ટેમ્બરની રાત્રે ઇરફાન આરબ, સાહિલ અને મમલાએ મજૂર ઇસ્માઇલ કાસમભાઈ સીપાઈ પર છરી, કુહાડી અને ધોકાથી હુમલો કર્યો હતો. હુમલામાં ઇસ્માઇલના જમણા હાથમાં ફ્રેક્ચર અને પગમાં ઇજા થઇ હતી. સીટી ‘બી’ ડિવિઝન પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં પાનની પીચકારીના મુદ્દે ઘરમાં ઘૂસી મારામારી : છરી, કુહાડી તથા ધોકાથી જીવલેણ હુમલો

Jamnagar Crime : જામનગરના ડીવાઇન હોસ્પિટલ પાછળના રીઘ્ધિ-સિઘ્ધિ એપાર્ટમેન્ટમાં પાનની પીચકારી મારવાના મુદ્દે થયેલા ઝઘડામાં ત્રણ શખ્સોએ એક મજૂર પર છરી, કુહાડી તથા ધોકાથી હુમલો કરી જમણા હાથમાં ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડ્યાની ફરિયાદ સીટી ‘બી’ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
આ અંગે ઇસ્માઇલ કાસમભાઈ સીપાઈએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું છે કે તા.8 સપ્ટેમ્બરની રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં તેઓ પોતાના ઘરે હાજર હતા ત્યારે ઇરફાન આરબ અને સાહિલ ઉર્ફે બોદુ તેમના ઘરે આવ્યા હતા અને ‘અમારા ઘરે કેમ પાનની પીચકારી મારે છે?’ તેમ કહી બોલાચાલી કરી હતી.
ફરિયાદીએ ના પાડતાં બંનેએ ગાળો કાઢી હતી અને ઇરફાને છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે ફરિયાદીની પત્ની વચ્ચે પડતાં ફરિયાદીએ ઇરફાન પાસેથી છરી ઝૂંટવી લેતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં ઇરફાનને છરી વાગતાં લોહી નીકળ્યું હતું. ત્યારબાદ ફરિયાદી ત્યાંથી ભાગવા જતા સાહિલ અને તેના મામા મમલાએ કુહાડી તથા ધોકા વડે હુમલો કરી જમણા હાથમાં કોણીથી નીચેના ભાગે ફ્રેક્ચર તથા જમણા પગમાં ઈજા પહોંચાડી હતી.
બનાવ બાદ ત્રણેય આરોપીઓ નાસી ગયા હતા. સીટી ‘બી’ ડિવિઝન પોલીસે ઇરફાન આરબ, સાહિલ ઉર્ફે બોદુ તથા સાહિલના મામા મમલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.