Jamnagar

જામનગરના રવાણી ખીજડીયા ગામની વાડીમાં ધમધમતી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઇ

By GS Team
21 Nov 20262 mins read
TukuTouch Logo
જામનગર: જામનગર તાલુકાના રવાણી ખીજડીયા ગામની સીમમાં આવેલી વાડીમાં મશીનરીથી નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું છે. પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં અંદાજે ૯૩૨ લીટર બનાવટી ઘી સહિત કુલ રૂ. ૫.૭૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તથા ઘીના નમૂના લેવામાં આવ્યા છે. અને ૨૦૦ મિલીના ૨૧૬૦ ડબ્બામાં ભરેલા ઘીનો જથ્થો સીલ કરવામાં આવ્યો હતો, જ્યારે સ્થળ પર રહેલા આશરે ૫૦૦ લીટર ઘીનો નાશ કરવામાં આવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના રવાણી ખીજડીયા ગામની વાડીમાં ધમધમતી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઇ

જામનગર: જામનગર તાલુકાના રવાણી ખીજડીયા ગામની સીમમાં આવેલી વાડીમાં મશીનરીથી નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું છે. પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં અંદાજે ૯૩૨ લીટર બનાવટી ઘી સહિત કુલ રૂ. ૫.૭૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તથા ઘીના નમૂના લેવામાં આવ્યા છે. અને ૨૦૦ મિલીના ૨૧૬૦ ડબ્બામાં ભરેલા ઘીનો જથ્થો સીલ કરવામાં આવ્યો હતો, જ્યારે સ્થળ પર રહેલા આશરે ૫૦૦ લીટર ઘીનો નાશ કરવામાં આવ્યો હતો.
જામનગરના પંચકોષી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે રવાણી ખીજડીયા ગામની સીમમાં આવેલી વાડીમાં ભરતભાઇ દેશાભાઇ ખીમસુરીયા અને મનસુખભાઇ દેશાભાઇ ખીમસુરીયા, બંને જામનગરના રહેવાસી, બનાવટી ઘી બનાવવાની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસ ટીમે વાડીમાં દરોડો પાડતાં મનસુખભાઇ દેશાભાઇ ખીમસુરીયા સ્થળ પર હાજર મળી આવ્યા હતા. અને ત્યાં મશીનરી દ્વારા બનાવટી ઘી બનાવવાની કામગીરી ચાલુ હોવાનું સામે આવ્યું હતું. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારી ડો. આર.જે. કોટડીયાને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. તેમણે ઘીના જથ્થાનું પ્રાથમિક પરીક્ષણ કરતાં તે બનાવટી હોવાનું સ્પષ્ટ થયું હતું, જેથી કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે ઘીના નમૂના લઈ લેબોરેટરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.
વાડીમાંથી ૨૦૦ મિલીના ૨,૧૬૦ ડબ્બા ભરેલા મળી આવ્યા હતા. આ જથ્થાને સ્થળ પર જ સીલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બાકીનો આશરે ૫૦૦ લીટર બનાવટી ઘીનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર બનાવ અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.