For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જામનગરમાં લેવાયેલી ધોરણ 12ની પરીક્ષામાં આજે કોપી કેસ નોંધાયો

Updated: Mar 18th, 2023

Article Content Image

જામનગર,તા.18 માર્ચ 2023,શનિવાર

જામનગરમાં ચાલી રહેલી ધોરણ 12 ની પરીક્ષામાં કેન્દ્ર નંબર 691 ના બિલ્ડીંગ નંબર-1 જીએસ મહેતા કન્યા વિદ્યાલયમાં ભૂગોળના વિષયમાં એક કેસ સામે આવ્યો છે.

 ઉપરોક્ત પરીક્ષા ખંડમાં ધોરણ 12 ની વિદ્યાર્થીની પૂર્ણાબા પ્રતાપસિંહ ગોહિલ કે જે ભૂગોળના વિષયની અપેક્ષિત માંથી પેપર લખતા 11.15 વાગ્યાના અરસામાં ખંડ નિરીક્ષણ મીનાક્ષીબેન પટેલના હાથે પકડાઈ હતી. જેથી તેની સામે કોપી કેસ કરવામાં આવ્યો છે, અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને જાણ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષા દરમિયાન કોપીનો પ્રથમ કેસ સામે આવ્યો છે.

Gujarat