Jamnagar

જામનગરમાં બેડી ગેઇટ નજીક આવેલી દુકાનમાંથી રૂપિયા 24 હજારની ચોરી કરનાર આરોપી સામે ગુનો નોંધાયો

By GS Team
7 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરના ધણ શેરીમાં બાબજી સિરામિક એન્ડ સેનેટરી વેર નામની દુકાનમાંથી રોકડ ₹24,000ની ચોરીનો બનાવ સામે આવ્યો છે. દુકાન માલિક હુશેનભાઈ કપાસીની ફરિયાદ મુજબ, 1/07/2026ના રોજ બપોરે તેઓ જમવા ગયા ત્યારે અજાણ્યો શખ્સ 'રાજ' દુકાનમાં ઘૂસી ટેબલના ખાનામાંથી રોકડ ચોરી ગયો. સીસીટીવી ફૂટેજ આધારે સિટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપી રાજની શોધખોળ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં બેડી ગેઇટ નજીક આવેલી દુકાનમાંથી રૂપિયા 24 હજારની ચોરી કરનાર આરોપી સામે ગુનો નોંધાયો

Jamnagar Police : જામનગર શહેરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના ધણ શેરી વિસ્તારમાં આવેલી બાબજી સિરામિક એન્ડ સેનેટરી વેર નામની દુકાનમાંથી રોકડ રકમની ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે દુકાનના માલિક હુશેનભાઈ મહમદઅલી કપાસી (ઉં.વ.66, રહે. કાલાવડ ગેટ રોડ, મોદીવાડ, જામનગર) દ્વારા સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ, તા.1/07/2026ના રોજ બપોરના સમયે ફરિયાદી તથા તેમનો પુત્ર જમવા માટે ઘરે ગયા હતા. ત્યારબાદ તેમનો પુત્ર દુકાને પરત ફરતા દુકાનનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. ફરિયાદીને જાણ કરતાં તેઓ પણ દુકાને પહોંચ્યા હતા. તપાસ દરમિયાન ટેબલના ખાનામાં રાખવામાં આવેલી આશરે રિપિયા 24,000 (ચોવીસ હજાર)ની રોકડ રકમ ગુમ હોવાનું જાણવા મળ્યું હતું.
બાદમાં દુકાન તેમજ આસપાસના સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ ચકાસતા એક અજાણ્યો શખ્સ દુકાનમાં પ્રવેશી ટેબલના ખાનામાંથી રોકડ રકમ ચોરી કરતો દેખાયો હતો. વધુ તપાસમાં આરોપીનું નામ રાજ હોવાનું જાણવા મળતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની શોધખોળ તથા વધુ તપાસ હાથ ધરી છે.