જામનગરના-79 દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા મિત્ર મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગરના-79 દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા મિત્ર મંડળ દ્વારા તારીખ 24-7-2026ના દિવસે પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા તથા સ્વ. વિમલભાઈ ગલાણી ની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 621 રકતદાતાઓએ રક્તદાન કર્યું હતું, જે રક્ત એકત્ર કરીને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના જરૂરિયાત મંદ દર્દીના ઉપયોગ માટે જમા કરાવી દેવાયું છે.
આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, કાલાવડ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, નગરના મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શહેર ભાજપના અધ્યક્ષા બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદભાઈ ભંડેરી, શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કાનાણી, વિજયસિંહ જેઠવા, મૃગેશભાઈ દવે, શાસક પક્ષના નેતા અમર મોદી, દંડક પ્રવિણાબેન રુપડીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ જિલ્લા પ્રમુખો, પૂર્વ મેયર, લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા અને કારોબારી સભ્યો, ડિસ્ટ્રીક બેન્કના ચેરમેન જીતુભાઈ લાલ, ફેક્ટરીઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયા તથા કારોબારી સભ્યો, જીઆઇડીસી ફેઇઝ -2 અને 3 એસો.ના ઉપપ્રમુખ અતુલભાઇ કાછડીયા તથા કારોબારી સભ્યો, ખોડલધામ સમિતિના કન્વીનર મયુરભાઈ મૂંગરા તથા તેમની ટીમ, શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, શહેર ભાજપના વોર્ડ પ્રમુખ તથા મહામંત્રીઓ, વિવિધ મોરચા-શેલના પ્રમુખ તથા મહામંત્રીઓ, વિવિધ સમાજના તથા સામાજિક સંસ્થા ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ મેગા બ્લડ ડોનેશનમાં ઉપસ્થિત સર્વે રક્તદાતાશ્રીઓ તેમજ ઉપસ્થિત તમામનો ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા આભાર માનવામાં આવ્યો છે.









