જામનગર જિલ્લા ધ્રોલમાં બાઈક સવારને અજાણ્યા શખ્સોએ પથ્થર મારતાં આંગળીમાં ફ્રેક્ચર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગર જિલ્લાના ધ્રોલથી પોતાના ઘરે મોટરસાઇકલ પર જઈ રહેલા યુવક ઉપર ખારવા રોડ પર બે અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરતાં જમણા હાથની પહેલી આંગળીમાં ફ્રેક્ચર સહિતની ઇજા થઈ હોવાની ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
ધ્રોલના ખારવા રોડ પર નાથીયા હોકરાના ચડતા ઢાળ પાસે તા.3 ઓક્ટોબરના રાત્રિના આશરે આઠ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. નાગબાઈ સોસાયટી, ખારવા ખાતે રહેતા અને ગેરેજનો વ્યવસાય કરતા ભાવેશભાઈ ગીરધરભાઈ ગડારાએ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, ભાવેશભાઈ પોતાની મોટરસાઇકલ લઈને ધ્રોલથી ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન બનાવના સ્થળે પહોંચતા સામેથી એક મોટરસાઇકલ પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. તે પૈકી પાછળ બેઠેલા શખ્સે ભાવેશભાઈની મોટરસાઇકલ ઉપર છૂટો પથ્થર ફેંક્યો હતો.
પથ્થર વાગતાં ભાવેશભાઈના જમણા હાથની પહેલી આંગળીમાં ફ્રેક્ચર થયું હતું તેમજ જમણા હાથના અંગૂઠા ઉપર પણ ઇજા પહોંચી હતી. આ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બે શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 117(2), 54 તથા જી.પી.0 એક્ટની કલમ 135(1) મુજબ ગુનો નોંધાયો છે. પોલીસે અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.




