Jamnagar

જામનગરમાં ઈન્દિરા કોલોનીમાં 21 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

By GS Team
10 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. એરફોર્સ રોડ સામેની ઇન્દિરા કોલોની શેરી નં-5માં રહેતી 21 વર્ષીય કાજલબેન સોલંકીએ તા.9 સપ્ટેમ્બરના રોજ પોતાના ઘરમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણ મૃતકના પિતા ઠાકોરભાઈ સોલંકીએ પોલીસને કરી હતી. સિટી-સી પોલીસે અપમૃત્યુ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ઈન્દિરા કોલોનીમાં 21 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Jamnagar News : જામનગર શહેરના એરફોર્સ રોડ સામે આવેલી ઇન્દિરા કોલોની શેરી નંબર-5માં રહેતી 21 વર્ષીય કાજલબેન ઠાકોરભાઈ સોલંકીએ કોઈપણ કારણોસર પોતાના રહેણાક મકાનમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લેતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ તા.9 સપ્ટેમ્બરના સાંજના આશરે 4 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. બનાવની જાણ થતાં પરિવારજનો તથા પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ અંગે મૃતકના પિતા ઠાકોરભાઈ લખમણભાઈ સોલંકી (ઉંમર 51, રહે. ઇન્દિરા કોલોની, જામનગર) દ્વારા જાણ કરવામાં આવી હતી.
આ બનાવ અંગે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં અપમૃત્યુ અંગેની નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.