Jamnagar

જામનગરમાં શક્તિનગરમાં તીનપત્તીનો જુગાર રમતા 9 ઝડપાયા : રૂ.13,170 રોકડા જપ્ત

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં શક્તિનગર શેરી નં.4માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમી મળતા સીટી સી. ડીવીઝન પોલીસે દરોડો પાડ્યો હતો. 6 મહિલાઓ સહિત 9 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી કુલ રૂ.13,170 રોકડા અને ગંજીપત્તા કબજે કર્યા હતા. ત્રણ પુરુષ આરોપીઓની ધરપકડ કરાઈ છે, જ્યારે મહિલાઓને નોટિસ આપી મુક્ત કરવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં શક્તિનગરમાં તીનપત્તીનો જુગાર રમતા 9 ઝડપાયા : રૂ.13,170 રોકડા જપ્ત

Jamnagar Gamblin Raid : જામનગરના શક્તિનગર શેરી નં.4માં જાહેર ગલીમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી સી. ડીવીઝન પોલીસના સર્વેલન્સ સ્કવોડે દરોડો પાડી 6 મહિલાઓ સહિત 9 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસને સ્થળ પરથી કુલ રૂ.13,170ની રોકડ રકમ અને ગંજીપત્તા મળી આવ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, 24 સપ્ટેમ્બરના રોજ સાંજે પેટ્રોલિંગ દરમિયાન ઓમ શાંતિ પાન પાસે ખાનગી બાતમી મળી હતી કે શક્તિનગર શેરી નં.4માં કેટલાક ઈસમો જાહેરમાં ગંજીપતાના પાનાં વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પંચોને સાથે રાખી સાંજે આશરે 7.15 વાગ્યે દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન ગોળ કુંડાળું બનાવી બેઠેલા 3 પુરુષ અને 6 મહિલાઓ જુગાર રમતા મળી આવ્યા હતા. તપાસ દરમિયાન રાજેશભાઈ પરેશા પાસેથી રૂ.1,450, સંદીપભાઈ ચંદ્રેચા પાસેથી રૂ.1,200, મનસુખભાઈ ઝીંઝુવાડિયા પાસેથી રૂ.1,550, નીતાબેન પરેશા પાસેથી રૂ.1,100, મનીષાબેન ધંધાણીયા પાસેથી રૂ.1,210, મુક્તાબેન ઝીંઝુવાડિયા પાસેથી રૂ.1,500, ગીતાબેન નાયર પાસેથી રૂ.1,320, ક્રિષ્નાબા અરવિંદસિંહ વાઢેર પાસેથી રૂ.1,400 અને બિન્દુબેન સરપદડીયા પાસેથી રૂ.1,530 મળી આવ્યા હતા.
આ ઉપરાંત જુગાર રમાતી જગ્યાના પટમાંથી પણ રૂ.910 રોકડા મળ્યા હતા. આમ, કુલ રૂ.13,170 રોકડા અને ગંજીપત્તા કબજે કરવામાં આવ્યા હતા.
પોલીસે ત્રણ પુરુષ આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે છ મહિલા આરોપીઓને પંચનામાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(3) મુજબ નોટિસ આપી મુક્ત કરવામાં આવી હતી. તમામ સામે જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.