Jamnagar

જામનગરના કડિયાવાડમાં 52 વર્ષ જૂની પરંપરા : સળગતા સ્વસ્તિક વચ્ચે 17 યુવકોનો અદ્ભુત રાસ

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં નવરાત્રિ પર્વમાં અનેક ગરબી મંડળો રાસની રમઝટ બોલાવી રહ્યા છે. ત્યારે કડિયાવાડ વિસ્તારમાં આવેલી રાંદલ અંબિકા ગરબી મંડળની 52 વર્ષ જૂની પરંપરાએ આકર્ષણ જમાવ્યું છે. અહીં 17 યુવકો સળગતા સ્વસ્તિક આકારના સાથિયા વચ્ચે 45 મિનિટ સુધી અદ્ભુત રાસ રજૂ કરે છે. આ અનોખો રાસ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના કડિયાવાડમાં 52 વર્ષ જૂની પરંપરા : સળગતા સ્વસ્તિક વચ્ચે 17 યુવકોનો અદ્ભુત રાસ

Jamnagar Navratri Special : નવરાત્રિ પર્વમાં માઁ આધ્યશક્તિની આરાધના સાથે જામનગરનાં વિવિધ ગરબી મંડળોમાં નિતનવા રાસ રજૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવેલી રાંદલ અંબિકા ગરબી મંડળની 52 વર્ષ જૂની પરંપરા અને અનોખા રાસે નગરજનોમાં આકર્ષણ જમાવ્યું છે. આ ગરબી મંડળના 17 યુવકો સળગતા સ્વસ્તિક આકારના સાથિયા વચ્ચે આશરે 45 મિનિટ સુધી રાસની રમઝટ બોલાવી દર્શકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે.
સળગતા સાથિયા વચ્ચે અદ્ભુત રાસ
કડિયાવાડ વિસ્તારમાં યોજાતી રાંદલ અંબિકા ગરબી મંડળની નવરાત્રિમાં ચોથા નોરતે સળગતા સાથિયાનો વિશિષ્ટ રાસ રજૂ કરવામાં આવ્યો હતો. આ રાસ માટે સૌપ્રથમ ગરબી મંડળના પટાંગણમાં સ્વસ્તિકના આકારમાં અંગારાઓ ગોઠવી સાથિયો તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની વચ્ચે યુવકોએ પરંપરાગત રાસની સાથે વિવિધ હેરતભર્યા પ્રયોગો રજૂ કર્યા હતા. આગના અંગારાઓની વચ્ચે તાલબદ્ધ રીતે રજૂ થયેલા આ રાસને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
અંધકાર વચ્ચે અંગારાઓનો પ્રકાશ, દર્શકો અભિભૂત
સળગતા સાથિયાના રાસ દરમિયાન ગરબી મંડળના પંડાલ વિસ્તારની તમામ લાઇટો બંધ કરી દેવામાં આવી હતી. પરિણામે અંધકાર વચ્ચે સળગતા અંગારાઓથી તૈયાર કરેલો સ્વસ્તિક આકાર ઝળહળી ઊઠ્યો હતો. તેની વચ્ચે 17 યુવકોએ આશરે 45 મિનિટ સુધી રાસની રમઝટ બોલાવી હતી. આગની જ્વાળાઓ અને અંગારાઓ વચ્ચે યુવકોની તાલબદ્ધ રજૂઆત નિહાળી ગરબી જોવા આવેલા નગરજનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
જામનગરના કડિયાવાડની રાંદલ અંબિકા ગરબી મંડળની આ અનોખી રજૂઆત નવરાત્રિની પરંપરા અને લોકસંસ્કૃતિની ઝલક રજૂ કરવાની સાથે શહેરમાં ગરબીપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.