જામનગર નજીક દરેડમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 5 શ્રમિક ઝડપાયા : રૂ.14,230 રોકડ કબજે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : જામનગર નજીક દરેડ ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચકોશી ‘બી’ ડિવિઝન પોલીસે દરોડો પાડી પાંચ શ્રમિકોને ઝડપી લીધા હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન રોકડ રૂ.14,230 તથા ગંજીપત્તાના મળી કુલ રૂ.14,230નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, દરેડ ગામમાં મસીતીયા રોડ પર મસ્જિદ નજીકના વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ રહેતા દિનેશ રજનીંદર સહની (ઉ.વ.25), કલુકુમાર શ્યામબાબુ સહની (ઉ.વ.25), બરેલાલ અશોકભાઈ સહની (ઉ.વ.22), દિલીપ બ્રીજબીહારી દરબાર (ઉ.વ.35) અને લાલબાબુ અરુણભાઈ સહની (ઉ.વ.26) જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે પાંચેય સામે જુગારધારાની કલમ 12 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




