Jamnagar

જામનગરના ધ્રોલમાં તીનપત્તીનો જુગાર રમતા 5 ઝડપાયા : રૂ.61,700ની રોકડ તથા ગંજીપત્તા કબજે

By GS Team
8 Oct 20261 min read
TukuTouch Logo
ધ્રોલ પોલીસે હમાપર ગામથી ઈટાળા જતા રસ્તે સોહાર સીમ વિસ્તારમાં ઝાડ નીચે ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસે 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં મયુરભાઈ, નાજાભાઈ, કાંતિલાલ, નીલેશભાઈ અને વિક્રમભાઈનો સમાવેશ થાય છે. તેમની પાસેથી રૂ. 61,700 રોકડા અને ગંજીપાના જપ્ત કરાયા હતા. નારણભાઈને નોટિસ અપાઈ હતી. પોલીસે જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ધ્રોલમાં તીનપત્તીનો જુગાર રમતા 5 ઝડપાયા : રૂ.61,700ની રોકડ તથા ગંજીપત્તા કબજે

Jamnagar Gambling Raid : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હમાપર ગામથી ઇટાળા ગામ તરફ જતા કાચા રસ્તે સોહાર સીમ વિસ્તારમાં ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ધ્રોલ પોલીસે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન મયુરભાઈ ગોરધનભાઈ બેડીયા (ઉ.વ.41), નાજાભાઈ બચુભાઈ ડાંગર (ઉ.વ.41), કાંતીલાલ ઉર્ફે કાનો ગંગારામભાઈ સંતોકી (ઉ.વ.45), નીલેશભાઈ લાલજીભાઈ ગડારા (ઉ.વ.44) તથા વિક્રમભાઈ દેવાભાઈ શિયાર (ઉ.વ.40) મળી આવ્યા હતા. પોલીસે પાંચેયને સ્થળ પરથી ઝડપી લીધા હતા.
પોલીસે તેમની પાસેથી તીનપત્તીના જુગારમાં વપરાતી રૂ.61,700ની રોકડ રકમ તથા ગંજીપત્તા કબજે કર્યા હતા. જ્યારે નારણભાઈ ટપુભાઈ ગડારા (ઉ.વ.72)ને સ્થળ પર નોટિસ આપવામાં આવી હતી. આ અંગે ધ્રોલ પોલીસે જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.