Jamnagar

જામનગરમાં બેડી વિસ્તારમાં પથ્થરમારાની માથાકૂટના ચકચારી પ્રકરણમાં 4 આરોપી ઝડપાયા

By GS Team
10 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરમાં બે દિવસ પૂર્વે બેડી વિસ્તારમાં થયેલા પથ્થરમારા અને માથાકૂટ કેસમાં પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સિટી બી. ડિવિઝન પોલીસે બાતમીના આધારે હુશેન વાઘેર (23), કાદર વાઘેર (33), નાસીર વાઘેર (22) અને સુલતાન વાઘેર (41) ને બેડેશ્વર પુલ પાસેથી પકડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં બેડી વિસ્તારમાં પથ્થરમારાની માથાકૂટના ચકચારી પ્રકરણમાં 4 આરોપી ઝડપાયા

Jamnagar Crime : જામનગરના બેડી વિસ્તારમાં બે દિવસ પૂર્વે થયેલા પથ્થરમારા અને માથાકૂટના બનાવમાં સીટી બી. ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્કવોડે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.
જામનગર પોલીસે બાતમીના આધારે બેડેશ્વર પુલ નીચેથી બેડી આઝાદ ચોક, મુંબઈવાળા દવાખાના પાછળ રહેતા હુશેન હારુનભાઈ વાઘેર (ઉંમર 23), કાદર હનીફભાઈ વાઘેર (ઉંમર ૩૩), નાસીર હનીફભાઈ વાઘેર (ઉંમર ૨૨), તથા સુલતાન ગનીભાઈ વાઘેર (ઉંમર 41) સહિત ચારેય આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા.
આ ચારેય આરોપીઓ વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 118(1), 115, 324(2), 352, 351(3), 54 તથા જી.પી. એક્ટની કલમ 135(1) મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુનાની કબૂલાત આપ્યાનું પોલીસે જણાવ્યું હતું.
બનાવ બાદ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા તત્વોમાં કાયદાનો ભય રહે તે હેતુથી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.