જામનગરમાં રહેણાંક મકાનમાંથી ઝડપાતી શરાબની 22 બોટલ

જામનગર,તા.23 નવેમ્બર 2022,બુધવાર

જામનગરશહેરના એક રહેણાંક મકાનમાંથી પોલીસે બાતમીનાઆધારે દરોડો પાડતાં અંગ્રેજી પ્રકારના શરાબની 22 બોટલ ઝડપાઈ છે. 

પોલીસ સુત્રોએ જાહેર કરેલ વિગતો મુજબ શહેરના ભોયવાડો પખાલીવાડ વિસ્તારમાં રહેતા અમિત મુકેશભાઈ રાઠોડ નામના શખ્સ પાસે દારૂ હોવાની બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસે દરોડો પાડતાં તેમના ઘરમાંથી ભારતીય બનાવટની અંગ્રેજી પ્રકારના શરાબની 22 બોટલ સાથે અટકાયત કરી હતી અને દારૂનો જથ્થો આપનાર ઈમરાન શેખ નામના શખ્સની સંડોવણી ખૂલતાં તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. 

City News

Sports

RECENT NEWS