World

ઝેન-આલ્ફાએ વધાર્યુ મેલોનીનું ટેન્શન, ઇટાલીમાં ફૂંકી દીધી 4,400 કરોડ રૂપિયાની સંપત્તિ

By GS Team
19 Oct 20262 mins read
TukuTouch Logo
ઇટાલીમાં શિક્ષણ ભંડોળ મુદ્દે Gen Alpha યુવાનોએ વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યા. શનિવારે પ્રદર્શનકારીઓએ અંદાજે 4,400 કરોડ રૂપિયાની સંપત્તિને આગ લગાડી. પોલીસે 200 લોકોની ધરપકડ કરી, જેમાં મોટાભાગના 16 વર્ષના સગીરો છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે સરકાર શિક્ષણને બદલે હથિયારો પાછળ વધુ ખર્ચ કરે છે. મેલોનીએ આ હિંસા માટે વામપંથીઓને જવાબદાર ઠેરવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઝેન-આલ્ફાએ વધાર્યુ મેલોનીનું ટેન્શન, ઇટાલીમાં ફૂંકી દીધી 4,400 કરોડ રૂપિયાની સંપત્તિ

Gen Alpha Protests Italy Giorgia Meloni Education Funding: ઇટાલીમાં હાલમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે, જેની ઝપેટમાં વડાપ્રધાન જ્યોર્જિયા મલોની આવ્યા છે. શનિવારે થયેલા હિંસક પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ અંદાજે 4,400 કરોડ રૂપિયા એટલે કે આશરે 50 મિલિયન યુરોની સંપત્તિને આગ લગાવીને રાખ કરી દીધી છે. ખાસ વાત એ છે કે, આ પ્રદર્શનકારીઓમાં મોટાભાગના યુવાનો 'ઝેન-આલ્ફા' પેઢીના છે, જેઓ શિક્ષણના મુદ્દાને લઈને રસ્તા પર ઉતર્યા છે.

200 લોકોની ધરપકડ

ANSA ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, રવિવારે પોલીસે આ કેસમાં 200 લોકોની ધરપકડ કરી છે, જેમાંથી મોટાભાગનાની ઉંમર 16 વર્ષની આસપાસ છે, અને તેઓ સગીર છે. બીજી તરફ, ઇટાલીના વડાપ્રધાને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે, અને હિંસા કરનારાઓને 'દંગાખોર' ગણાવ્યા છે.

ઇટાલીમાં કેમ વિરોધ કરી રહ્યા છે Gen-Alpha?

પ્રદર્શનકારી વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ઇટાલીની સરકાર શિક્ષણના બદલે હથિયારો અને સંરક્ષણ પાછળ વધુ નાણાં ખર્ચી રહી છે. વિદ્યાર્થીઓએ 'નો વેપન્સ' ના નારા પણ લગાવ્યા છે. ઇટાલીમાં વર્ષ 2027 માં સામાન્ય ચૂંટણીઓ પ્રસ્તાવિત છે, તે પહેલાં આ વિરોધ પ્રદર્શનોએ સરકારની ચિંતા વધારી દીધી છે. આંકડાઓ મુજબ, ઇટાલીએ 2024 માં જીડીપીના આશરે 4 ટકા એટલે કે, અંદાજે 97 અબજ ડોલર શિક્ષણ પાછળ ખર્ચ્યા હતા, જ્યારે સંરક્ષણ પાછળ આશરે 30 થી 50 અબજ ડોલરનો ખર્ચ કર્યો છે. ઇટાલીએ આ પગલું અમેરિકા અને નાટોના દબાણમાં લીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મેલોનીએ વામપંથીઓને ઠેરવ્યા જવાબદાર

ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ આ સમગ્ર ઘટના માટે વામપંથી નેતાઓને જવાબદાર ગણાવ્યા છે. તેમના મતે, વામપંથી નેતાઓએ જ આ સગીર યુવાનોને ભડકાવ્યા છે, જેના કારણે આ પ્રકારની આગચંપીની ઘટનાઓ ઘટી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, તોફાનીઓ અને ગુનેગારોના જૂથોને બક્ષવામાં આવશે નહીં. ઇટાલીની સાથે-સાથે પડોશી દેશ ફ્રાન્સમાં પણ આવા જ વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા છે, જ્યાં રવિવારે 1500 થી વધુ દુકાનો અને સંપત્તિઓને આગ ચાંપવામાં આવી હતી.