For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઝેલેંસ્કી બોલ્યા રશિયા યુક્રેન પર પરમાણુ બોંબ ફેંકી શકે છે, ભારતને યુક્રેનની સુરક્ષાના ગેરંટર બનવા વિનંતી કરી

રશિયા પરના પ્રતિબંધો પરમાણુ હથિયારો જેવા કડક હોવા જોઇએ.

વિશ્વએ અમને મજબૂત હથિયારોનો પુરવઠો આપવાની જરુર છે

Updated: Apr 7th, 2022

ઝેલેંસ્કી બોલ્યા રશિયા યુક્રેન પર પરમાણુ બોંબ ફેંકી શકે છે, ભારતને યુક્રેનની સુરક્ષાના ગેરંટર બનવા વિનંતી કરી

કીવ,7 એપ્રિલ,2022,ગુરુવાર 

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કી તેમના બિંદાસ અને વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે ત્યારે ઝેલેંસ્કીએ દાવો કર્યો હતો કે ભારતને સોવિયત સંઘ સાથે સારા સંબંધો હતા રશિયા સાથે નહી. એટલું જ નહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુક્રેનની સુરક્ષાના ગેરંટર બનવાની માંગણી કરી હતી. જો રશિયા આ સમજૂતીનું ઉલંઘન કરશે તેવા સંજોગોમાં ગેરન્ટર પણ તેની વિરુધ લડવું પડશે. 

ભારતને રશિયા અને યુક્રેનના સંબંધો વચ્ચે સમતોલન જાળવવું અઘરું છે. ઝેલેંસ્કીએ એક ભારતીય ન્યૂઝ ચેનલ સાથે વાત કરી હતી જેમાં રશિયા સામેના અડધા ઉપાયો કામ નહી આવે  એવો મત પ્રગટ કર્યો હતો. રશિયા પરના પ્રતિબંધો પરમાણુ હથિયારો જેવા કડક હોવા જોઇએ.

Article Content Image 

શું યુક્રેન પર રશિયા પરમાણુ હુમલો કરી શકે છે એ અંગે યુક્રેની રાષ્ટ્રપતિએ પોતાના વિચારો પ્રગટ કરતા જણાવ્ચું કે પરમાણુ બોંબનો ઉપયોગ શઇ શકે છે એ વાતનો ઇન્કાર થઇ શકે તેમ નથી. જયારે સામેવાળો પક્ષ નબળો હોય ત્યારે શકિતશાળી પક્ષ કોઇ પ્રકારનો બળપ્રયોગ કરવાની હદે જઇ શકે છે.

 જો દુનિયા આ યુધ્ધ ખતમ કરવા ઇચ્છતી હોયતો વિશ્વએ અમને મજબૂત હથિયારોનો પુરવઠો આપવાની જરુર છે. એવી પણ સ્પષ્ટતા કરી કે યુક્રેન રશિયાને જીતવા માટે નહી પરંતુ પોતાની જ જમીન પરનો કબ્જો ઇચ્છે છે. 

ઝેલેંસ્કીએ નાટો દેશોના વલણની ટીકા કરતા રહયા છે પરંતુ સંયુકત રાષ્ટ્ર (યુએન)ને પણ ટોણો માર્યો હતો.યુએન માત્ર અમે ચિંતિત છીએ એટલું બોલે છે જે યુધ્ધ અટકાવવા માટે પુરતું નથી. છેલ્લા આઠ વર્ષથી સાંભળીએ છીએ. ચિંતા પ્રગટ કરવા છતાં અમે બચ્યા નથી. 

Gujarat