World

'તમે મને ધમકાવી ન શકો' : સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં અમેરિકાના રાજદૂતને ક્યુબાના વિદેશમંત્રીએ ખરી સંભળાવી

By GS Team
28 Oct 20263 mins read
TukuTouch Logo
સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં અમેરિકી રાજદૂત માઇક વૉલ્ટઝ અને ક્યુબાના વિદેશમંત્રી બ્રુનો રોડ્રિગ્સ પાહિલા વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો. અમેરિકાએ ક્યુબા પર લાદેલા પ્રતિબંધોની ચર્ચા વેળાએ, પાહિલાએ વૉલ્ટઝને જૂઠા ગણાવ્યા. વૉલ્ટઝે તેમને બેસી જવા કહેતા, પાહિલાએ કહ્યું, "તમે મને ધમકાવી ન શકો." આ તંગ પરિસ્થિતિને કારણે મહાસભાની કાર્યવાહી રોકવી પડી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

'તમે મને ધમકાવી ન શકો' : સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં અમેરિકાના રાજદૂતને ક્યુબાના વિદેશમંત્રીએ ખરી સંભળાવી
  • તણાવ વધી જતા સં.રા. મહાસભાની કાર્યવાહી રોકવી પડી
  • અમેરિકી રાજદૂત યુ.એન.માં પોતાનું સંબોધન કરતા હતા ત્યારે ક્યુબાના વિદેશમંત્રી પાહિલા પોડીયમ પાસે પહોંચી ગયા અને કહ્યું તમે જુઠ્ઠા છો

સંયુક્ત રાષ્ટ્રો : સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં 'હાઇવોલ્ટેજ ડ્રામા' રચાઈ ગયો હતો. અમેરિકાના રાજદૂત માઇક વૉલ્ટઝ અને ક્યુબાના વિદેશમંત્રી બૂ્રનો રોડ્રીગ્સ પાહિલા વચ્ચે તડાતડી થઈ ગઈ. બંને એકબીજા ઉપર આક્ષેપ લગાડતા જોવા મળ્યા હતા.
મંગળવારે મળેલી આ ઘટનાની વિગત એવી છે કે, અમેરિકી રાજદૂત માઇક વૉલ્ટઝ પોતાનું સંબોધન કરી રહ્યા હતા, ત્યારે ક્યુબાના વિદેશમંત્રી બૂ્રનો રોડ્રીગ્સ પાહિલા પોડીયમ પાસે પહોંચી ગયા હતા અને તેમની ઉપર જૂઠ્ઠુ બોલવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે વૉલ્ટઝે તેમને દૂર ખસવા ધમકી સાથે કહેતા પાહિલા ઉકળી પડયા હતા અને કહી દીધું હતું કે, 'તમે મને ધમકાવી ન શકો' આ સાથે બંને વચ્ચે તડાતડી શરૂ થઈ ગઈ. મામલો ગંભીર બનતા મહાસભાની કાર્યવાહી જ રોકવી પડી.
વાત એવી બની કે ક્યુબા વિરૂદ્ધ અમેરિકાએ લાદેલા પ્રતિબંધોની 'ચર્ચા' કરવા માટે મળેલી મહાસભાની બેઠક શરૂ થતા આ તડાતડી થઈ ગઈ હતી ત્યારે તે સંબંધે હજી મતદાન કરવાનું બાકી હતું.
અમેરિકાએ ક્યુબા ઉપર મુકેલા આર્થિક અને વ્યાપારી પ્રતિબંધો આધુનિક સમયમાં સૌથી લાંબા સમય સુધી ચાલેલા પ્રતિબંધો ગણવામાં આવ છે.
ક્યુબાના વિદેશમંત્રી બુ્રનો રોડ્રીગ્સ પાહિલાનો આક્ષેપ છે કે, અમેરિકા બીજા દેશો ઉપર દબાણ કરી રહ્યું છે. જેથી તે પ્રતિબંધિત નિંદા કરતા પ્રસ્તાવ વિરૂદ્ધ તેઓ મતદાન કરે.
પરિણામે અમેરિકા ઉપર તેવો પણ આક્ષેપ મૂક્યો હતો કે, ક્યુબામાં ઇંધણની આપૂર્તિ ઉપર મૂકેલા પ્રતિબંધોથી ક્યુબાની આરોગ્ય- વ્યવસ્થા ઉપર પણ માઠી અસર થઈ છે. દેશમાં બાળ-મરણનો દર બમણો થઈ ગયો છે. લાખ્ખો ક્યુબનની જિંદગી પણ જોખમમાં છે
આનો જવાબ આપતા અમેરિકી રાજદૂત માઇકલ વૉલ્ટઝે ક્યુબાની સરકારને ભ્રષ્ટ જણાવતા તેની ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે : 'તે દેશના નેતાઓ, પોતાના દ્વિપોમાં રહેછે, મોંઘી રોલેક્સ કાંડા ઘડિયાળો પહેરે છે, જ્યારે દેશની સમસ્યાઓ માટે બીજાને જવાબદાર ગણાવે છે.'
અમેરિકી દૂતે આ ટિપ્પણીઓ એવા સમયે કરી કે જ્યારે અમેરિકા તરફથી ઇંધણની આપૂર્તિ પર પ્રતિબંધો ક્યુબા પર મૂકાયેલા છે.
વૉલ્ટઝે ક્યુબાના દિવંગત નેતા ફીડેલ કાસ્ટ્રોની એક તસ્વીર દેખાડી જેમાં તેમણે રૉલેક્સ ઘડિયાળ પહેરી છે. દરેક ઘડિયાળની કિમત આશરે ૪૦,૦૦૦ ડૉલર જેટલી છે. આ દેખાડતા વૉલ્ટઝે કહ્યું કે, 'આ ઘડિયાળની કિંમત સરેરાશ ક્યુબન નાગરિકની ૫૫ વર્ષની કમાણી બરોબર થવા જાય છે. આ સિનેરિયો માત્ર કાસ્ટ્રોના સમય પૂરતો જ સીમિત નથી રહ્યો વર્તમાન પ્રમુખ પણ રૉલેક્સ ઘડી પહેરે છે.'
વૉલ્ટઝે આ કહ્યું ત્યારે ક્યુબાના વિદેશમંત્રી પાહિલા પોડિયમ પાસે પહોંચી ગયા હતા અને કહ્યું કે, 'તમે જુઠ્ઠુ બોલો છો' ત્યારે વૉલ્ટઝે કડક અવાજે કહ્યું કે, 'પાછા બેસી જાવ.' ત્યારે પાહિલા ગુસ્સે થઈ ગયા અને કહ્યું : 'તમે મને ધમકાવી ન શકો' આ સાથે બંને વચ્ચે તડાતડી જામી, છેવટે અન્યોએ વચ્ચે પડી મામલો શાંત કર્યો પરંતુ તે દરમિયાન મહાસભાની કાર્યવાહી સ્થગિત રહી હતી.