VIDEO : હુથી બળવાખોરોએ રાતા સમુદ્રમાં મિસાઇલથી હુમલો કરી જહાજના બે ટુકડા કરી નાખ્યા, 4 મોત, 19 લાપતા,
Yemen's Houthi rebels attack : યમનના હુથી બળવાખોરોએ રાતા સમુદ્રમાં જઈ રહેલા જહાજ પર મિસાઇલથી હુમલો કર્યો છે, જેમાં મેજિક સીઝ નામનું એક બલ્ક કેરિયર જહાજ ટાઇટેનિકની જેમ ડૂબી ગયું છે. ઘટનામાં ચાર લોકોના મોત અને 19 લોકો લાપતા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ જહાજ યુનાની માલિકીનું હતું અને તેના પર લાઈબેરિયાનો ધ્વજ હતો. બળવાખોરોએ ડ્રોન, મિસાઇલ, રૉકેટ લોન્ચર અને નાના હથિયારોથી હુમલો કરતાં જહાજ પર આગ લાગ્યા બાદ ભયાનક વિસ્ફોટ થયો હતો, પછી જહાજના બે ટુકડા થઈ પાણીમાં ડૂબી ગયું છે, જેનો સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
હુથીઓએ હુમલાનો વીડિયો જાહેર કર્યો
હુથી બળવાખોરોએ હુમલાનો વીડિયો બનાવી શેર કર્યો છે. વીડિયોમાં બળવાખોરો જહાજ પર મિસાઇલ હુમલો કરતાં અને પછી ભયાનક વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. વિસ્ફોટના કારણે જહાજમાં ભયાનક આગ લાગતી અને ધુમાડાના ગોટેગોટા ઉડતા પણ જોવા મળી રહ્યા છે. છેવટે જહાજ સમુદ્રમાં ડૂબી જતું દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચો : ચીનમાં વિશ્વનો સૌથી મોટો ડેમ પ્રોજેક્ટ ભારત માટે 'વોટર બોમ્બ'... અરૂણાચલના CMની ચેતવણી
ત્રણના મોત, બેને ઈજા
યુરોપિયન યુનિયન નૌકાદળ મિશન ‘ઓપરેશન એસ્પાઈડ્સ’એ મંગળવારે પુષ્ટિ કરી છે કે, ‘હુથી બળવાખોરોએ મિસાઇલથી જહાજ પર હુમલો કર્યો છે, જેમાં ચાર લોકોના મોત અને 19 લોકો લાપતા છે. હુમલા બાદ જહાજ પર સવાર અનેક સભ્યો જીવ બચાવવા પાણીમાં કૂદી ગયા છે. સશસ્ત્રદળોએ જવાબી કાર્યવાહી કરી હતી, પરંતુ નુકસાન અટકાવી શક્યા ન હતા.’