શી જિનપિંગની પોતાની જ પાર્ટીના કાર્યકરો પર તવાઈ: એક વર્ષમાં 10 લાખ પર કેસ, 1 લાખ જેલભેગા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Xi Jinping Anti Corruption Crackdown: ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી CPCની સેન્ટ્રલ કમિટીની બેઠકમાં રજૂ કરાયેલા અહેવાલ મુજબ, વર્ષ 2025 દરમિયાન પાર્ટીના 10 લાખથી વધુ કાર્યકરો સામે ભ્રષ્ટાચાર અને શિસ્તભંગના ગુના હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. પાર્ટીના મુખપત્ર 'પીપલ્સ ડેઇલી' અનુસાર, આ સમયગાળા દરમિયાન 80 હજારથી વધુ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 29 હજારથી વધુ લોકોએ સામે ચાલીને આત્મસમર્પણ કર્યું છે. પાર્ટીનું કહેવું છે કે આ પગલું 'સેલ્ફ-ગવર્નન્સ મોડલ'ને મજબૂત કરવા માટે ઉઠાવવામાં આવ્યું છે.
9 લાખથી વધુ કાર્યકરોને મળી સજા
પીપલ્સ ડેઇલીના રિપોર્ટ મુજબ, એક જ વર્ષમાં 9 લાખ 83 હજાર કાર્યકરોને દોષિત ઠેરવીને સજા સંભળાવવામાં આવી છે, જ્યારે બાકીના લોકો સામે ટ્રાયલ ચાલી રહી છે. છેલ્લા 5 વર્ષમાં ચીને સેન્ટ્રલ કમિટીના 35 સભ્યોને પદ પરથી હટાવીને તેમની સામે કાર્યવાહી કરી છે. 2022માં સેન્ટ્રલ કમિટીમાં 200 સભ્યો હતા, જે ઘટીને હવે માત્ર 165 રહ્યા છે. ચીન સૈન્યના ઉપાધ્યક્ષ સ્તરના અધિકારીઓ સામે પણ ભ્રષ્ટાચારના વિરોધમાં આકરા પગલાં લેવાયા છે.
પોતાના જ કાર્યકરો સામે કેમ થઈ રહી છે કાર્યવાહી?
વર્ષ 2022માં રાષ્ટ્રપતિ શી જિનપિંગે પાર્ટીમાં 'આંતરિક સફાઈ'ની વાત કરી હતી. રશિયન એકેડેમી ઓફ સાયન્સિસના નિષ્ણાતોના મતે, ચીનનો ભ્રષ્ટાચાર વિરોધી કાર્યક્રમ હવે કાગળ પરથી વાસ્તવિક અને આકરા ઓપરેશનમાં ફેરવાઈ ગયો છે. સેન્ટ્રલ કમિટીની બેઠકમાં શી જિનપિંગે સેલ્ફ-ગવર્નન્સનો નવો ડ્રાફ્ટ રજૂ કર્યો છે, જેનો મુખ્ય હેતુ ગ્લોબલ રોકાણ આકર્ષિત કરવાનો અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો છે. આ બેઠકમાં શી જિનપિંગના આગામી 5 વર્ષના કાર્યકાળ અને દેશના નંબર-2 નેતા અંગે પણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.




