વોશિંગ્ટનમાં શી અને ટ્રમ્પે હાથ મિલાવ્યા પરંતુ અમેરિકા-ચીનનાં મત મળી શકશે ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- શી-જિનપિંગને ટ્રમ્પે ભવ્ય ભોજન પણ આપ્યું, બહારથી બંને સસ્મિત હતા પરંતુ, વ્યાપાર, AI અને તાઇવાન મુદ્દે સફળતા મળશે ખરી ?
નવી દિલ્હી : ચીનના પ્રમુખ શી-જિનપિંગ અમેરિકા પહોંચ્યા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ખુદ તેમને આવકારવા એરપોર્ટ ગયા. ટ્રમ્પે શીને પોતાના મિત્ર પણ કહ્યા. સમગ્ર વ્હાઇટ હાઉસ પણ દેખાડયું. સ્ટેટ-ડીનરમાં ભવ્ય ભોજન હતું. મંત્રણા પણ કરી. પરંતુ ટ્રમ્પની રીપબ્લિકન પાર્ટીના જ કેટલાક સભ્યો સહિત ડેમોક્રેટસે સ્પષ્ટ પ્રશ્ન પૂછયો કે આ આનંદભરી તસ્વીરો ભલે દેખાતી હોય પરંતુ તેથી સંબંધો સુધરી શકશે ?
વાસ્તવમાં કેટલાએ મુદ્દાઓ ઉપર અમેરિકા-ચીન વચ્ચે મતભેદો છે જ. તે પૈકી આ પાંચ મુદ્દાઓ તો મહત્વના છે :
(૧) વ્યાપાર : અમેરિકા અને ચીન પૂર્વે થયેલી વ્યાપાર-સમજૂતી બે મહિના વધુ લંબાવવા સહમત થયા છે. તેથી બંને દેશોને ટેરિફ, ચીન દ્વારા થતી ખરીદી અને ચીનના માલની અમેરિકા દ્વારા થતી ખરીદી તેમજ રેર-અર્થસ અને ટેકનોલોજી સાથે જોડાયેલા વિવાદો માટે બે મહિનાનો સમય વધુ મળશે.
તાઇવાન : સૌથી મહત્વનો મુદ્દો તો તાઇવાનનો છે. જિનપિંગે તાઇવાન અંગે સાવધાની પૂર્વક વર્તવા ટ્રમ્પને કહી દીધું હતું. ચીન તાઇવાનને પોતાનો પ્રાંત જ ગણે છે. પરંતુ અમેરિકા તો ચીનમાં સામ્યવાદી શાસન (૧ ઓકટો. ૧૯૪૯) આવ્યું ત્યારથી ફોર્મોસ (તાઇવાન)ને સ્વતંત્ર દેશ ગણે છે. છતાં ટ્રમ્પ ચીન ગયા ત્યારે ચીનને વચન આપ્યું હતું કે તે તાઇવાન સાથેનો ૧૪ અબજ ડોલરનો શસ્ત્ર સોદો થંભાવી રાખશે. ટ્રમ્પનાં આ વચનથી જાપાન સહિત એશિયાનાં અમેરિકાનાં સાથી રાષ્ટ્રોમાં હલચલ મચી ગઈ હતી.
AI આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અંગે પણ બંને દેશોનાં વલણ જુદા છે. ચીન તો એઆઇને સુપર-ઇન્ટેલિજન્સ (એસઆઇ) કહે છે અને તેને નિર્બંધ રાખવા કહે છે. જ્યારે અમેરિકા તેની ઉપર અંકુશ રાખવાનું આગ્રહી છે. તે કહે છે કે, નહીં તો એઆઈ માનવી ઉપર હાવી થઇ જશે.
ટકરાવ દૂર કરી સાથે કામ કરાવ અંગે :- શી જિનપિંગે ટ્રમ્પને કહ્યું હતું કે, આપણે પરસ્પર સામે ટકરાવાને બદલે સાથે મળી કામ કરીએ નહીં તો જામી પડેલી તાકાત (અમેરિકા) અને નવી ઉતરતી તાકાત (ચીન) વચ્ચે યુધ્ધ ફાટી નીકળવા સંભવ છે.
શી જિનપિંગે આ સાથે ટ્રમ્પને અનુરોધપૂર્વક કહ્યું હતું કે, આપણે આપસી સંઘર્ષ છોડી સાથે મળી કામ કરવું જોઈએ.
નિરીક્ષકો કહે છે કે, આ માત્ર મોંની મોવાળ જ છે. અમેરિકા અને ચીન સાથે મળી શકે તેમ જ નથી. બંનેની વિચારધારાઓ જ પરસ્પર વિરોધી છે. ઉપરાંત એક તરફ સંપૂર્ણ લોકશાહી (અમેરિકા) છે. તો બીજી તરફ સંપૂર્ણ તાનાશાહી (સરમુખત્યારશાહી) (ચીન) છે. બંને વચ્ચે મેળ થવો અસંભવ સમાન છે.




