For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઓસ્ટ્રેલિયામાં મળ્યો સૌથી વધુ 2.7 કિલો વજનનો દેડકો, વજન કર્યા પછી મારી નંખાયો, કારણ જાણી ચોંકી જશો

૧૯૯૧માં ઓસ્ટ્રેલિયામાં ૨.૬૫ કિલોગ્રામનો દેડકો મળી આવ્યો હતા

આની વસ્તી વધે તો બીજા જીવો વિલૂપ્ત થઇ જાય તેવો ખતરો રહેલો છે.

Updated: Jan 24th, 2023

Article Content Image

મેલબોર્ન,24 જાન્યુઆરી,2023,મંગળવાર 

ઓસ્ટ્રેલિયા ખંડ પોતાની અજબ ગજબ જીવ સૃષ્ટિ માટે જાણીતો છે. તાજેતરમાં કવીન્સલેંડ ખાતે ૨.૭ કિલો વજન ધરાવતો વિશાળ કાય દેડકો મળી આવ્યો હતો. આ એટલો વિશાળ જીવ હતો કે તેને ટોડઝિલા તરીકે સંબોધવામાં આવતો હતો. એવું માનવામાં આવે છે કે ટો પ્રજાતિનો આ સૌથી મોટો ટોડ છે. વાત એમ છે કે ૧૯ જાન્યુઆરીના રોજ રેંજર્સ કોનવે નેશનલપાર્કમા ટ્રેક પર કામ કરી રહયા હતા ત્યારે આ વિશાળકાય ટોડ દેખાયો હતો. 

આનું વજન એક પરિપકવ મરઘી અથવા તો માણસના નવજાત બાળક જેટલું હતું. કવિન્સલેંડ ડિપાર્ટમેન્ટ એન્ડ સાયન્સની રેંજર કાઇલી ગ્રે ના જણાવ્યા અનુસાર અગાઉ આટલો વિશાળ કદનો દેડકો અગાઉ જોયો ન હતો. તેની નજીક જવાનું થયું થયું ત્યારે તે તંદુરસ્ત રીતે હલનચલન કરતો હતો. જાણે કે ફૂટબોલને પગ આવી ગયા હોય એમ કૂદાકૂદ કરતો હતો.

Article Content Image

આ એક માદા દેડકો હતો. માંદા કેન ટોડ નરની સરખામણીમાં મોટી હોય છે. આ દેડકો કેટલી ઉંમરનો હતો તે જાણી શકાયું નહી પરંતુ અંદાજે ૧૫ વર્ષ સુધીનું જીવન ધરાવે છે. ગિનિજ વર્લ્ડ રેકોડર્ઝ મુજબ ૧૯૯૧માં ઓસ્ટ્રેલિયામાં ૨.૬૫ કિલોગ્રામનો દેડકો મળી આવ્યો હતો. વજનની રીતે જોઇએ તો આટલા વર્ષો પછી આ રેકોર્ડ તૂટી ગયો છે. 

સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે નેશનલપાર્કમાં આ દેડકાનું વજન કર્યા પછી તેને મારી નાખવામાં આવ્યો હતો. રેંજરોએ એક ટ્વીટ કરીને એમ પણ જણાવ્યું હતું કે માદા કેન ટોડ એક સિઝનમાં અંદાજે ૩૦ હજાર ઇંડા આપે છે. આ જીવ ખૂબજ ઝેરી હોય છે જો આની વસ્તી વધે તો બીજા જીવો વિલૂપ્ત થઇ જાય તેવો ખતરો રહેલો છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વિશાળ દેડકો તેના મોંમા જે પણ ફીટ થઇ જાય એ ખાઇ જાય છે. જેમાં કીડા,રેપ્ટાઇલ અને નાના સ્તનધારી જીવોનો પણ સમાવેશ થાય છે.

Gujarat