World

ફરી ટેરિફનું ગ્રહણ લાગવાના એંધાણ: અમેરિકા ભારત સહિત 14થી વધુ દેશો પર આકરો ટેરિફ લાદવાની તૈયારીમાં

By GS Team
24 Nov 20262 mins read
TukuTouch Logo
અમેરિકા દ્વારા ભારત, ચીન, યુરોપિયન યુનિયન અને જાપાન સહિત 14થી વધુ દેશોમાંથી આવતા માલ પર ટેરિફ વધારવાની તૈયારી છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ, અમેરિકાનું માનવું છે કે આ દેશો સરકારી સબસિડી આપીને પોતાની કંપનીઓને ફાયદો કરાવે છે. EU, જાપાન પર 15% કે તેથી ઓછો ટેરિફ લાગી શકે છે, જ્યારે ભારત અને વિયેતનામ પર વધુ શુલ્ક લાગવાની શક્યતા છે. આ નિર્ણયથી અમેરિકન કંપનીઓને લાભ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફરી ટેરિફનું ગ્રહણ લાગવાના એંધાણ: અમેરિકા ભારત સહિત 14થી વધુ દેશો પર આકરો ટેરિફ લાદવાની તૈયારીમાં

Trump Tariff Plan Targets India China EU Japan: અમેરિકા ભારત, ચીન અને અન્ય અનેક દેશોમાંથી આવતા સામાન પર ટેરિફ વધારવાની તૈયારી કરી રહ્યું છે. વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) ના રિપોર્ટ મુજબ, અમેરિકાનો આરોપ છે કે આ દેશો પોતાની કંપનીઓને સરકારી સબસિડી આપીને ફાયદો પહોંચાડી રહ્યા છે, જેના કારણે અમેરિકન કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. યુરોપિયન યુનિયન (EU), જાપાન અને દક્ષિણ કોરિયા પર ટેરિફ 15% કે તેથી ઓછો રહી શકે છે, જ્યારે ભારત અને વિયેતનામ પર વધુ શુલ્ક લાગવાની આશંકા છે.

ઈન્ડસ્ટ્રિયલ સબસિડીની તપાસ અને ટેરિફ પ્લાન

14 થી વધુ દેશો નિશાના પર: રિપોર્ટ અનુસાર, અમેરિકા ભારત, ચીન, યુરોપિયન યુનિયન જેમાં 27 સભ્ય દેશોમાંથી, જાપાન અને દક્ષિણ કોરિયા સહિત 14 થી વધુ દેશોમાંથી આવતા માલ પર ટેરિફ વધારવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) જેમિસન ગ્રીર (Jamieson Greer) આ મામલે મહિનાઓથી ચાલી રહેલી ઈન્ડસ્ટ્રિયલ સબસિડીની તપાસના પરિણામો ટૂંક સમયમાં જાહેર કરી શકે છે, જોકે જાહેરાતનો સમય બદલાઈ શકે છે.

કયા દેશ પર કેટલો ટેરિફ અને કઈ વસ્તુઓને મુક્તિ: EU, જાપાન અને સાઉથ કોરિયા પર 15% કે તેથી ઓછો ટેરિફ રહી શકે છે, જ્યારે ભારત અને વિયેતનામને વધુ ટેરિફનો સામનો કરવો પડી શકે છે, જે અમેરિકા સાથેના તેમના વેપાર કરારોની શરતો પર નિર્ભર રહેશે. મોટાભાગના ઉત્પાદનો પર ટેરિફ વધી શકે છે, પરંતુ સ્ટીલ, એલ્યુમિનિયમ અને કાર જેવા ઔદ્યોગિક ઉત્પાદનોને બહાર રખાઈ શકે છે, કારણ કે તેમના પર રાષ્ટ્રીય સુરક્ષાના નિયમો હેઠળ અગાઉથી ટેરિફ લાગુ છે.

અમેરિકા કેમ આક્રમક અને આગળ શું થશે?

સબસિડી વિવાદ અને બજાર પર અસર: અમેરિકાનો આરોપ છે કે સરકારી સબસિડીને કારણે વિદેશી કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તો સામાન વેચીને અમેરિકન ઉત્પાદકોને નુકસાન પહોંચાડે છે. ટેરિફ વધવાથી વિદેશી સામાન અમેરિકામાં મોંઘો થશે અને સ્થાનિક કંપનીઓને સ્પર્ધાનો લાભ મળી શકે છે, જોકે તેની અસર આયાતકારો અને ગ્રાહકો પર પણ પડી શકે છે.

પ્રતિક્રિયાનો અભાવ: વોલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યા મુજબ, USTR કાર્યાલયે આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે, અને વ્હાઈટ હાઉસે પણ પ્રશ્નોના જવાબ આપ્યા નથી. હાલ ભારત પર કેટલી વધારાની ડ્યુટી લાગશે તે સ્પષ્ટ નથી.