World

શું હવે ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે યુધ્ધ થશે ? બંને દેશો તરફથી યુધ્ધ અંગે નિવેદનો આવી રહ્યાં છે

By GS Team
20 Oct 20262 mins read
TukuTouch Logo
ઉત્તર કોરિયાના કિમ-જોંગ-ઉનની બહેન કિમ-યો-જોંગે દક્ષિણ કોરિયા સાથેની સરહદે વધુ શસ્ત્રો ગોઠવવાની અને લાઉડસ્પીકર પ્રસારણ ફરી શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે દક્ષિણ કોરિયા પર નિર્દોષ સૈનિકો સામે ગોળીબારનો આરોપ લગાવ્યો. બીજી તરફ, દક્ષિણ કોરિયાના પ્રમુખ લી-જે-મ્યુંગે અમેરિકા પાસેથી યુદ્ધકાલીન ઓપરેશન કંટ્રોલ પાછો લેવા સક્ષમ હોવાનું જણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શું હવે ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે યુધ્ધ થશે ? બંને દેશો તરફથી યુધ્ધ અંગે નિવેદનો આવી રહ્યાં છે
  • કીમ-જોંગ-ઉનની બહેન કિમ-યો-જોંગે કહ્યું : સ્થિતિ ગંભીર છે
    દ- .કોરિયાના પ્રમુખ લી-જે-મ્યુંગે સોમવારે સાંજે જણાવ્યું કે, તેમનો દેશ અમેરિકા પાસેથી યુધ્ધ કાલીન ઓપરેશન કંટ્રોલ પાછો લેવા પૂરો સક્ષમ છે

નવી દિલ્હી : યુક્રેન અને ઇરાન યુધ્ધે દુનિયાની કમર તોડી નાખી છે. તેવામાં ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે યુધ્ધની નોબતો ગગડી રહી છે. આ કોઇ સામાન્ય માનવીના કથન ઉપર તારણ નથી અપાયું. પરંતુ, ઉત્તર કોરિયામાં સર્વેસર્વા બની રેહલા કીમ-જોંગ-ઉનની બહેન કીમ-યો-જોંગ તરફથી જ અપાયું છે.
સૌંદર્ય સમ્રાજ્ઞાી તેવી કિમ-યો-જોંગ બહારથી જેટલી સુંદર છે. તેટલી જ અંદરથી કઠોર છે. તેણે સોમવારે સાંજે ઉ. કોરિયાની કોરિયન સેન્ટ્રલ ન્યુઝ એજન્સી (કેસીએનએ) ને જણાવ્યું હતું કે તેનો દેશ દક્ષિણ-કોરિયા સાથેની સરહદે વધુ શસ્ત્રાસ્ત્રો ગોઠવશે તથા લાઉડ સ્પીકર દ્વારા ફરી પ્રસારણ શરૂ કરવા વિચારી રહ્યો છે.
આ ખતરનાક સૌંદર્ય સમ્રાજ્ઞાીએ ખુલ્લો પડકાર આપતાં કહી દીધું છે કે, દક્ષિણ કોરિયાના યુધ્ધ પ્રેમી લોકો અમારા નિર્દોષ સૈનિકો સામે ઓટોમેટિક રાયફલો તથા મશીનગનો દ્વારા ગોળીઓ ચલાવી ચેતવણીઓ આપી રહ્યા છે અને ગંભીર ખતરો ઉભો કરી રહ્યા છે.
બીજી તરફ દક્ષિણ કોરિયાના પ્રમુખ લી-જે- મ્યુંગે સોમવારે સાંજે પત્રકારોને જણાવ્યું હતું કે અમેરિકા સાથે કામ કરી રહેલી સંયુક્ત સેનાઓનો યુધ્ધ-કાલીન ઓપરેશન કંટ્રોલ (યુધ્ધ સમયે સંચાલનનું નિયંત્રણ) જે અત્યારે અમેરિકાના હાથમાં છે, તે પાછું લેવા માટે દ. કોરિયા પુરેપુરું સક્ષમ છે. તે માટે વોશિંગ્ટન સાથે વાતચીત ચાલી રહી છે.
આ સાથે લીએ કહ્યું હતું કે દક્ષિણ કોરિયાએ એક શકિતશાળી સેના તૈયાર કરી છે. જે ઉત્તર કોરિયાનો મુકાબલો કરી શકે તેમ છે. ભલે પ્યોગ્યાંગે (ઉ.કોરિયાએ) પરમાણુ શસ્ત્રો વિકસાવ્યા હોય પરંતુ તે શસ્ત્રો તો અંતિમ બચાવ માટે છે. યુધ્ધ લડવા માટે નથી.
પ્રમુખનાં નિવાસસ્થાન બ્લ્યુ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતાં લીએ કહ્યું, સીધા શબ્દોમાં કહીએ તો અમારે વહેલામાં વહેલી તકે યુધ્ધ કાલીન ઓપરેશન કંટ્રોલ પાછો લઇ લેવો જોઈએ. અમે તે માટે પૂરા સક્ષમ પણ છીએ અને તે માટે અમેરિકા સાથે વાતચીત પણ ચાલી રહી છે. જો કે આ પ્રક્રિયા સરળ તો નથી જ કારણ કે ૭૦ વર્ષ પૂર્વે અમેરિકાને તે કંટ્રોલ આપવામાં આવ્યો હતો.
વિશ્લેષકો કહે છે કે તે જે હોય તે પરંતુ પૂર્વમાં પણ યુધ્ધવાદળો ઘેરાઈ રહ્યા છે. કોરિયન દ્વિપકલ્પ હોય કે તાઇવાન હોય બધે દારૂગોળો પથરાયેલો છે.