World

આખરે યુક્રેન યુદ્ધ પુરૂં થશે? ટ્રમ્પ પુતિન મંત્રણા નિશ્ચિત

By GS Team
19 Nov 20262 mins read
TukuTouch Logo
અમેરિકી અધિકારીના જણાવ્યા મુજબ, યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે, પ્રમુખ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ પુતિન વચ્ચે ગુરુવારે ચીનમાં મંત્રણા યોજાઈ હતી. ઓગસ્ટ 2025માં અલાસ્કામાં યોજાયેલી નિષ્ફળ મંત્રણા બાદ આ ચર્ચા યુદ્ધના અંત માટે સમજૂતી સુધી પહોંચવાની સંભાવના છે. ટ્રમ્પ શી જિનપિંગને મળતા પહેલા પુતિન સાથે વાતચીત કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

આખરે યુક્રેન યુદ્ધ પુરૂં થશે? ટ્રમ્પ પુતિન મંત્રણા નિશ્ચિત
  • 2025ની આલાસ્કા મંત્રણા નિષ્ફળ રહી હતી
  • શી-જિનપિંગ સાથેની મંત્રણા પૂર્વે પ્રમુખ ટ્રમ્પ પ્રમુખ પુતિન સાથે મંત્રણા યોજશે : યુ.એસ. અધિકારી

વૉશિંગ્ટન : પ્રમુખ ડૉનાલ્ડ અને રશિયાના પ્રમુખ પુતિન વચ્ચે ચાયનામાં ગુરૂવારે યોજાયેલી મંત્રણાનો મુખ્ય મુદ્દો યુક્રેન યુદ્ધ હતો. એવું લાગે છે કે આખરે યુક્રેન યુદ્ધ બંધ થશે. આ માહિતી આપતાં એક અમેરિકી અધિકારીએ કહ્યું હતું કે ઓગસ્ટ ૨૦૨૫માં આલાસ્કામાં બંને નેતાઓ વચ્ચે યોજાયેલી મંત્રણા પછી તેના અનુસંધાનમાં જ આ મંત્રણા યોજાઈ રહી છે. તેમાં યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે સમજૂતી સધાવાની સંપૂર્ણ શક્યતા છે.
આ અધિકારીએ વધુમાં તેમ પણ જણાવ્યું હતું કે પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન સાથેની એ મંત્રણા પ્રમુખ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે યોજાયેલી મંત્રણા પૂર્વે યોજાઈ હતી; તેમ જ ત્રણે નેતાઓની ત્રિપક્ષીય મંત્રણા પૂર્વે પણ તે ચર્ચા યોજાઈ હતી.
જો કે તેના નિષ્કર્ષ વિષે તે અધિકારીએ મૌન સેવ્યું હતું. વાસ્તવમાં ઓગસ્ટ ૨૦૨૫માં આલાસ્કામાં પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ પુતિન વચ્ચે યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા અંગે સઘન મંત્રણાઓ યોજાઈ હતી, પરંતુ તેમાં કોઈ પરિણામ આવ્યું નહીં. એ નિષ્ફળતા છતાંએ પ્રમુખ ટ્રમ્પે સતત કહ્યા કર્યું છે કે તે સંઘર્ષનો અંત લાવવા હું સતત કાર્યરત રહેવાનો છું.
પ્રમુખ ટ્રમ્પ એશિયા પેસિફિક ઇકોનોમિક કૉ.ઓપરેશન (એપેક) નેતાઓની મીટીંગમાં હાજરી આપવા, ફીલીપાઈન્સનાં પાટનગર મીનાલાથી બુધવારે ચીનનાં શેનઝેન શહેરમાં પહોંચ્યા, ત્યારે એરપોર્ટ ઉપર ચીનના પ્રમુખ શી જિનપિંગ તેઓનાં સ્વાત માટે ઉપસ્થિત હતા, અને પ્રમુખ ટ્રમ્પ વિમાનમાંથી ઉતર્યા ત્યારે શી જિનપિંગે ભેટીને તેઓને આવકાર્યા હતા.