World

મધ્યસત્ર ચૂંટણી પહેલા અમેરિકા ઇરાન પર ફરી હુમલો કરશે ? : હેગસેથની ગુપ્ત મુલાકાતથી આશંકા

By GS Team
20 Oct 20262 mins read
TukuTouch Logo
ઈઝરાયલમાં સંસદીય ચૂંટણી નજીક આવતા અમેરિકી સંરક્ષણ મંત્રી પેટ હેગસેથે અચાનક તેલ અવિવ પહોંચી નેતન્યાહૂ સાથે ગુપ્ત બેઠક કરી. ટ્રમ્પ નેતન્યાહૂને ટેકો આપી રહ્યા છે, છતાં ઈરાન પર હુમલા અંગે બંનેનું મૌન રહસ્યમય છે. આ મુલાકાત મધ્યપૂર્વમાં તણાવ વધારી રહી છે, અને અમેરિકા-ઈરાન યુદ્ધની આશંકા પ્રબળ બની રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મધ્યસત્ર ચૂંટણી પહેલા અમેરિકા ઇરાન પર ફરી હુમલો કરશે ? : હેગસેથની ગુપ્ત મુલાકાતથી આશંકા
  • ઇઝરાયલમાં પણ સંસદીય ચૂંટણી યોજાવાની છે : ટ્રમ્પ નેતન્યાહૂને ટેકો આપે છે : છતાં ઇરાન પર હુમલો કરવા અંગે બંનેનું મૌન અકળ છે

નવી દિલ્હી : અમેરિકા ઇરાન ઉપર ફરી હુમલો કરે તેવી આશંકા દ્રઢ થઈ રહી છે. અમેરિકાના સંરક્ષણ મંત્રી પેટ હેગસેથે અચાનક જ ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂને મળવા તેલ અવિવ પહોંચી ગયા હતા. તેઓ ઇઝરાયલ જવાના છે. તેવી કદાચ પૂર્વ જાહેરાત કરવામાં આવી ન હતી. તેથી ઇરાન-યુધ્ધ અંગે વોશિંગ્ટનનું ભાવી પગલું શું હશે તે વિષે પ્રશ્નો ઊભા થઇ રહ્યા છે.
એકિસઓસ આ ઘટનાક્રમથી જ્ઞાાત તેવા લોકોને ટાંકતા જણાવે છે કે હેગસેથ અને નેતન્યાહૂ વચ્ચેની મંત્રણા કશી પણ જાહેરાત વીના એકાએક યોજવામાં આવી હતી. જો કે અમેરિકા કે ઇઝરાયલ બેમાંથી એક પણ આ મુલાકાત અંગે અકળ મૌન સેવે છે.
બીજી તરફ તેમ પણ જાણવા મળ્યું છે કે અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વાન્સ પ્રમુખ ટ્રમ્પની નીતિને સ્વીકાર્ય ગણતા હોય તેમ લાગતું નથી. તેઓ ટ્રમ્પના નિર્ણયોથી દૂર રહે છે.
તે સર્વવિદિત છે કે ઓકટો. ૭, ૨૦૨૩ના દિને હમાસે કરેલા હુમલા પછી ઇઝરાયલે ગાઝા અને લેબેનોનમાં કરેલા આક્રમણો તો બીજી તરફ અમેરિકા- ઇરાન યુધ્ધ તેમાંએ હૂતી દ્વારા કરાયેલા હુમલાઓથી સમગ્ર મધ્યપૂર્વ વિસ્તારમાં તંગદિલી વ્યાપી રહી છે.
આ સંયોગોમાં નેતન્યાહૂની પાર્ટી સંસદમાં બહુમતી ગુમાવે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. તે સંયોગોમાં ટ્રમ્પ દ્વારા નેતન્યાહૂને અપાતા પીઠબળને લીધે નેતન્યાહૂની રાજકીય સ્થિતિ સુધરી શકે તેમ છે, તેથી ચૂંટણી પરિણામોમાં પણ પરિવર્તન આવી શકે તેમ છે. જો કે આ તબક્કે તો નેતન્યાહૂની લોકપ્રિયતા ઘટી રહી છે, તેવા પણ અહેવાલો છે.
આ અંગે બ્રિટિશ થિંક ટેન્ક દ્વારા ચેતામ હાઉસમાં તે થિંક ટેન્કના મધ્ય પૂર્વ અને ઉ. આફ્રિકા પ્રોગ્રામના ડીરેકટર સનમ વકીલે કહ્યું હતું કે ટ્રમ્પે મહિનાઓના મતભેદો પછી પણ નેતન્યાહુએ આપેલું પીઠબળ બહુ મહત્વનું છે. રાજકીય દ્રષ્ટિએ પણ તેનું મહત્વ ઓછું આંકી શકાય તેમ નથી. જ્યારે કીંગ્સ કોલેજ લંડનના સિનિયર લેકચરર એન્ડ્રીયાસ ક્રેઇગે, ટ્રમ્પે નેતન્યાહૂને આપેલી પુષ્ટિને એક રાજકીય સોગાત કહી હતી.
ટૂંકમાં ટ્રમ્પ-નેતન્યાહૂ એક થઈ રહ્યા છે. નેતન્યાહૂ ઇરાન પર ફરી હુમલા કરવા ટ્રમ્પને અનુરોધ કરી રહ્યા છે. ટ્રમ્પ તે માને તેવી પૂરી શક્યતા છે. મધ્ય પૂર્વ ફરી ભડકે બળે તેવી ભીતિ વ્યાપી રહી છે.