World

અમેરિકા- ઇઝરાયેલ ફરી ઈરાન પર હુમલો કરશે ? : ટ્રમ્પના મેસેજે આશંકા વધારી દીધી છે

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ઇરાન સામે સંયુક્ત લશ્કરી કાર્યવાહીની તૈયારી કરી રહ્યા છે. બંને દેશોમાં ચૂંટણીઓ પહેલાં ઇરાનના લશ્કરી મથકો અને પરમાણુ સંયંત્રોને નિશાન બનાવાશે. ટ્રમ્પે નેતન્યાહૂને 'આગળ વધો અને તૈયારી કરો' એમ કહ્યું છે. વ્હાઇટ હાઉસે ઇનકાર કર્યો હોવા છતાં, અમેરિકી દળોને 'હાઇ-એલર્ટ' પર મૂકવાના આદેશથી યુદ્ધની આશંકા વધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા- ઇઝરાયેલ ફરી ઈરાન પર હુમલો કરશે ? : ટ્રમ્પના મેસેજે આશંકા વધારી દીધી છે
  • 'આગળ વધો' અને 'તૈયારી'માં રહો : ટ્રમ્પે નેતન્યાહૂને કહ્યું
  • ઇઝરાયેલી વડાપ્રધાનની ઓફિસે કહ્યું : 'તેઓ રોજે-રોજ અમેરિકી પ્રમુખના સંપર્કમાં રહે જ છે' : પરંતુ શી ચર્ચા થતી હતી તે વિષે કશું જ કહ્યું નથી

નવી દિલ્હી : અમેરિકી પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પોતપોતાના દેશોમાં ચૂંટણીઓ યોજાય તે પહેલાં જ ઇરાન સામે ફરી સેનાકીય કાર્યવાહી કરવા વિચારી રહ્યા છે. બંને નેતાઓ વચ્ચે રોજેરોજ ફોન પર વાતચીત થતી જ રહે છે તેમ જાણકારો જણાવે છે. એક તબક્કે તો તેમ મનાતું હતું કે, અમેરિકામાં મિડ-ટર્મ ઇલેક્શન્સ યોજાય તે પૂર્વે પ્રમુખ ટ્રમ્પ ઇરાન ઉપર ફરી આક્રમણ નહીં કરે પરંતુ તેઓએ કદાચ વિચાર બદલ્યો હોય તેમ લાગે છે.
આ અંગે જાણકારો કહે છે કે, આ નવું સંભવિત આક્રમણ ઇરાનના લશ્કરી મથકો અને પરમાણુ સંયંત્રોને નિશાન બનાવી કરવામાં આવશે. જો કે, હજી તે વિષે સત્તાવાર રીતે કશું જણાવાયું નથી.
બીજી તરફ વ્હાઇટ-હાઉસે સ્પષ્ટ ઇન્કાર કરતા જણાવ્યું હતું કે, પ્રમુખ અને ઇઝરાયલના વડાપ્રધાન વચ્ચે આવી કોઈ વાતચીત ચાલતી જ નથી પરંતુ અમેરિકી દળોને 'હાઇ-એલર્ટ' ઉપર મૂકી દેવાના અને (યુદ્ધ) તૈયારીઓ શરૂ કરી દેવાના અપાયેલા હુકમોએ એ આશંકા વધારી દીધી છે એવું લાગે છે કે ટ્રમ્પે તેમનો વિચાર બદલી નાખ્યો છે.
બીજી તરફ ઇઝરાયલી જાસૂસી સંસ્થાએ અહેવાલો આપ્યા છે કે, ઇરાન તેનો પરમાણુ કાર્યક્રમ ફરી શરૂ કરી રહ્યું છે. તેણે સમૃદ્ધ યુરેનિયમ પીકાકને પર્વતોમાં રાખ્યું છે અને ત્યાં હજી બીજું યુરેનિયમ 'સમૃદ્ધ' બનાવવામાં આવી રહ્યું છે.
આ માહિતી મળ્યા પછી બંને દેશો સંયુક્ત રીતે ઇરાન પર લશ્કરી કાર્યવાહી શરૂ કરે એક અમેરિકી અધિકારીએ કહ્યું પ્રમુખ ટ્રમ્પ આ અંગે આગળ- પાછળ પગલા ભરી રહ્યા છે. 'બીબી ફરી હુમલા શરૂ કરવા ઇચ્છે છે. તેમણે પ્રમુખને જણાવ્યું હતું, 'તે અધિકારીએ અનામી રહેવાની શરતે પત્રકારોને કહ્યું હતું : 'હા ! તમે જાણી લો કે (મેં કહ્યું હતું) : બીબી ગો એહેટ એન્ડ ગેટ રેડી' (બીબી નેતન્યાહૂ) આગળ વધો અને તૈયારીઓ કરો' જો કે, ટ્રમ્પના 'ગો-એહેડ' વિષે કશું નિશ્ચિત કહી શકાય તેમ નથી. તે મોડેથી પણ બને, કદાચ ન પણ બને, કદાચ અત્યારે જ બની શકે.'