World

દોસ્તમાંથી કટ્ટર દુશ્મન કેમ બન્યા? જાણો પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે ફરી કેમ ભડક્યું યુદ્ધ!

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાને ગુલિસ્તાન સરહદી વિસ્તારમાં અફઘાનિસ્તાન તરફથી કરાયેલો હુમલાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. ગુરુવારે પાકિસ્તાની સુરક્ષા દળોએ કેટલાક અફઘાન તાલિબાનોને ઠાર માર્યા હતા. પાકિસ્તાન દાવો કરે છે કે આતંકવાદીઓ તેમના ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બીજી તરફ, અફઘાન તાલિબાને આ આક્ષેપો પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે. બંને દેશો વચ્ચે સરહદ પર તણાવ વધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દોસ્તમાંથી કટ્ટર દુશ્મન કેમ બન્યા? જાણો પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે ફરી કેમ ભડક્યું યુદ્ધ!

Pakistan Afghan Border Clash : પાકિસ્તાને ગુલિસ્તાન સરહદી વિસ્તારમાં અફઘાનિસ્તાન તરફથી કરાયેલા હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને સુરક્ષા દળોએ કેટલાક અફઘાન તાલિબાનોને ઠાર માર્યા હતા. પાકિસ્તાની સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી ગુરુવારે કરવામાં આવી હતી. જો કે પૂર્વાયોજિત હુમલા અંગે કોઈ વિગતવાર માહિતી આપવામાં આવી નથી. ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનમાં એક પોલીસ મથક પર થયેલા હુમલામાં આશરે 24 લોકોનાં મોત નીપજ્યા બાદ અગાઉના 3 મહિનાથી ચાલી રહેલી શાંતિ ફરી એકવાર ડહોળાઇ હતી. બંન્ને દેશો વચ્ચે ફરી એકવાર ગરમાગરમી શરૂ થઇ હતી.

સીમા પર જવાબી કાર્યવાહી અને ગોળીબાર

સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાને પોતાના ક્ષેત્રમાં પ્રવેશવાના અને આક્રમકતા દાખવવાના પ્રયાસ વિરુદ્ધ આ જવાબી કાર્યવાહી કરી હતી. સરહદી વિસ્તારમાં સંપૂર્ણ ઍલર્ટ પર રહેલા સુરક્ષા દળો અને અફઘાન તાલિબાન વચ્ચે હજુ પણ છૂટોછવાયો ગોળીબાર સતત ચાલી રહ્યો છે. બીજી તરફ અફઘાન તાલિબાન દ્વારા પાકિસ્તાનના આ આક્ષેપો પર તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો.

હવાઈ હુમલા અને સરહદી સંઘર્ષનો ઇતિહાસ

પાકિસ્તાની વાયુસેનાએ ગુરુવારે અફઘાનિસ્તાનમાં 10 સ્થળો પર હવાઈ હુમલા કર્યા હતા, પાકિસ્તાને દાવો કર્યો હતો કે, આ સ્થળોએથી ડ્રોન લોન્ચ કરવા અને સંગ્રહ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આ અગાઉ સોમવારે પણ પાકિસ્તાને સરહદી પ્રદેશમાં હવાઈ હુમલા કરીને 28 અફઘાની આતંકવાદીઓને ઠાર કર્યા હોવાનો દાવો કર્યો હતો. જ્યારે અફઘાન તાલિબાનના અધિકારીઓએ રાત્રિના હુમલામાં 3 નાગરિકોના મોત થયા હોવાનો આરોપ મૂક્યો હતો. પશ્ચિમ અને ઉત્તરપશ્ચિમ સરહદી ક્ષેત્રમાં વધી રહેલા વિદ્રોહને પગલે બંને દેશો વચ્ચે સતત મતભેદો વધી રહ્યા છે.

આક્ષેપો અને પૂર્વ સંઘર્ષોની સ્થિતિ

પાકિસ્તાન દ્વારા વારંવાર તાલિબાનો દ્વારા સરહદ પારથી હુમલા કરતા ઇસ્લામિક આતંકવાદીઓને આશરો આપવાનો આરોપ મૂકવામાં આવે છે. જ્યારે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર આ વાતને નકારી કાઢીને તેને પાકિસ્તાનની આંતરિક સમસ્યા ગણાવે છે. આ બંને પડોશી દેશો વચ્ચે ફેબ્રુઆરીમાં વર્ષોનું સૌથી ભીષણ યુદ્ધ થયું હતું અને માર્ચમાં કાબુલ પર થયેલા પાકિસ્તાની હવાઈ હુમલામાં 400થી વધુ લોકોના મોત થયા હતા. અફઘાન તાલિબાનનું કહેવું છે કે આ હવાઈ હુમલો ડ્રગ રિહેબિલિટેશન સેન્ટરને નિશાન બનાવીને કરાયો હતો. જો કે પાકિસ્તાને આ આરોપ ફગાવી દેતા જણાવ્યું હતું કે તેણે સચોટપણે લશ્કરી સ્થાપનો અને આતંકવાદી માળખાને નિશાન બનાવ્યું હતું. હાલ તો બંન્ને દેશો એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે.