For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હજુ કોરોનાનો ખતરો ટળ્યો નથી, પ્રતિબંધોમાં ઢીલ ન આપવામાં આવે: WHO

હવે જો કોઇનું મોત થાય છે, તો તે ખુબ જ ત્રાસદીદાયક હશે કેમ કે રસી લગાવવાનું શરૂ થઇ ગયું છે

Updated: Feb 15th, 2021

Article Content Imageનવી દિલ્હી, 15 ફેબ્રુઆરી 2021 સોમવાર

WHO નાં ડિરેક્ટર ટેડ્રોસ અઘનોમ ઘેબ્રેસિયસએ કહ્યું છે કે કોરોના વાયરસનાં કેસમાં થયેલો ઘટાડો તે પ્રોત્સાહનરૂપ છે, પરંતું કોવિડ-19નાં ફેલાવાને રોકવામાં મદદરૂપ થઇ રહેલા પ્રતિબંધોમાં ઢીલાસ આપવી ન જોઇએ.

ઘેબ્રેસિયસે શુક્રવારે કહ્યું કે દુનિયાભરમાં સંક્રમણનાં કેસોમાં સતત ચોથા સપ્તાહે પણ ઘટાડો થયો છે, અને મૃતકોની સંખ્યા પણ સતત બીજા સપ્તાહે ઓછો થયો છે. 

તેમણે કહ્યું કે એવું પ્રતિત થાય છે કે સંક્રમિતો અને મૃતકોની સંખ્યામાં આ ઘટાડો જન આરોગ્ય સંબંધી પગલાઓને કડકપણે લાગુ કરવાનાં કારણે આવી છે, અમે તમામ પ્રકારનાં ઘટાડાથી ઉત્સાહિત છિએ, પરંતું હાલની સ્થિતીથી સંતોષ થઇ વાયરસ જેટલું જ ખતરનાક સાબીત થશે.

અઘનોમ ઘેબ્રેસિયસે કહ્યું હજુ તે સમય નથી આવ્યો કે કોઇ પણ દેશ પ્રતિબંધોમાં ઢીલ આપે, હવે જો કોઇનું મોત થાય છે, તો તે ખુબ જ ત્રાસદીદાયક હશે કેમ કે રસી લગાવવાનું શરૂ થઇ ગયું છે.

WHOએ જણાવ્યું  કે દુનિયાભરમાં સંક્રમણનાં 19 લાખ નવા કેસ નોંધાયા છે, જ્યારે તે પુર્વેનાં સપ્તાહમાં તે સંખ્યા 32 લાખ હતી, તેમણે કહ્યું કે સંક્રમણનાં સંભવિત સ્ત્રોતને શોધવા માટે તાજેતરમાં જ ચીનની યાત્રા કરનારા WHO નિષ્ણાતોની ટીમ પોતાની સ્ટડી આગામી સપ્તાહે રજુ કરશે.

Gujarat