For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોણ છે દુનિયાનો સૌથી સુંદર ચહેરો ધરાવતી મહિલા? મળી ગયો જવાબ

Updated: Jun 21st, 2022

Article Content Image

નવી દિલ્હી,તા.21 જૂન 2022,મંગળવાર

ખૂબસુરત દેખાવુ સૌને ગમતુ હોય તે સ્વાભાવિક છે. જોકે દુનિયામાં સૌથી સુંદર ચહેરો કોનો હોઈ શકે છે તે સવાલનો જવાબ હવે મળી ગયો છે.

આ સવાલનો જવાબ બ્રિટનના સર્જનના ડો.જુલિયન સિલ્વાએ આપ્યો છે.તેમણે સ્ટેટ ઓફ ધ આર્ટ મેપિંગ ડેટા પ્રમાણે જાહેર કર્યુ છે કે, અમેરિકન એક્ટ્રેસ અંબર હર્ડ દુનિયાની સૌથી સુંદર મહિલા છે. આ મામલામાં અંબરે કિમ કાર્દિશિયન અને બ્રિટિશ સુપર મોડેલ કેટ મોસને પણ પાછળ રાખી દીધી છે.

તેમણે ચહેરાની સુંદરતા માપવા માટે ગ્રીક ગોલ્ડન રેશિયોનો ઉપયોગ કર્યો હતો.જેને બ્યુટી ફી પણ કહેવામાં આવે છે. હજારો વર્ષથી પરફેક્ટ ચહેરાને માપવા માટે આ ફોર્મ્યુલા વપરાય છે.જેના આધારે ખબર પડી છે કે, અંબરનો ચહેરો આ ધારાધોરણ પ્રમાણે 91.85 ટકા સુધી એક્યુરેટ છે.

મેપિંગમાં અંબરની આંખો, નાક, હોઠ, હડપચી અને ફેશિયલ શેપનુ મેઝરમેન્ટ લેવામાં આવ્યુ હતુ.

ડો.જુલિયન સિલ્વાનુ કહેવુ છે કે, અમે એક કોમ્પ્યુટર મેપિંગ ટેકનિકનો ઉપયોગ કરીએ છે અને તેના આધારે સચોટ તારણ કાઢી શકાય છે.

સુંદરતાના મામલામાં બીજા ક્રમે કિમ કાર્દશિયન અને ત્રીજા ક્રમે બ્રિટિશ મોડેલ કેટ મોસ રહી છે.બંનેનો ચહેરો અનુક્રમે 91.39 ટકા અને 91.06 ટકા એક્યુરેટ જોવા મળ્યો છે.

Gujarat