Get The App

કોરોના પોઝિટિવિટી રેટ વધતાં WHO ચિંતિત, સભ્ય દેશોને કહ્યું - વેક્સિનેશન ચાલુ રાખવામાં આવે

Updated: May 29th, 2025

GS TEAM

Google News
Google News
કોરોના પોઝિટિવિટી રેટ વધતાં WHO ચિંતિત, સભ્ય દેશોને કહ્યું - વેક્સિનેશન ચાલુ રાખવામાં આવે 1 - image


WHO on Covid-19: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કોવિડ-19 વાઈરસમાં ફરી વધારો થવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. WHO અનુસાર, ફેબ્રુઆરી 2025ની મધ્યથી દુનિયાભરમાં SARS-CoV-2 વાઈરસની ગતિવિધિમાં વધારો નોંધાયો છે. WHOના આંકડા અનુસાર, કોવિડ ટેસ્ટમાં પોઝિટિવિટી રેટ 11% સુધી પહોંચી ગયો છે, જે જુલાઈ 2024 બાદ સૌથી વધુ છે. આ વધારો વિશેષ રૂપે ઈસ્ટર્ન મેડિટેરેનિયન (પૂર્વી ભૂમધ્યસાગર વિસ્તાર) સાઉથ-ઈસ્ટ એશિયા, વેસ્ટર્ન પેસિફિક (પશ્ચિમી પ્રશાંત વિસ્તાર)થી જોવા મળી રહ્યો છે. 

વાઈરસના વેરિયન્ટમાં બદલાવ

WHOનું કહેવું છે કે, 2025ની શરૂઆતથી કોરોના વેરિયન્ટના ટ્રેન્ડમાં થોડો બદલાવ જોવા મળ્યો છે. LP.8.1 વેરિયન્ટ ઘટી રહ્યો છે. જોકે, NB.1.8.1ને  Variant Under Monitoring (વેરિયન્ટ દેખરેખ હેઠળ)ની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે, જેના કેસ ઝડપથી વધી રહ્યા છે. મે 2025ના મધ્ય સુઘી આ વેરિયન્ટ દુનિયાભરમાં રિપોર્ટ કરવામાં આવેલા કુલ જીનોમિક સિક્વેન્સના 10.7% બની ગયું છે. 

આ પણ વાંચોઃ 5 વર્ષમાં ભયાનક ગરમી પડવાની આગાહી, પગલાં નહીં લેવાય તો મોટી જાનહાનિની શક્યતા : WMO

પેટર્ન સ્પષ્ટ નથી

WHO અનુસાર, હાલના સંક્રમણનું સ્તર ગત વર્ષે આ સમયે આ જ સમય જેવી સ્થિતિને દર્શાવે છે. WHOએ અવું પણ કહ્યું કે, અત્યાર સુધી કોવિડ-19ના પ્રસારમાં કોઈ સ્પષ્ટ પેટર્ન જોવા નથી મળી રહી. આ સિવાય હજુપણ અનેક દેશોમાં નજર રાખવા માટેની વ્યવસ્થા સિમિત છે, જે એક ચિંતાનો વિષય છે. 

WHOની ભલામણ

WHOએ તમામ સભ્ય દેશોને આગ્રહ કર્યો કે, તે જોખમ આધારિત અને અને સંકલિત વ્યૂહનીતિ અનુસાર COVIDનું સંચાલન કરે. રસીકરણનો પ્રોગ્રામ બંધ ન કરે, ખાસ કરીને હાઈ રિસ્કવાળા લોકોને જરૂરથી રસી મૂકવામાં આવે. રસી ગંભીર બીમાર અને મૃત્યુથી બચાવ માટેની પ્રભાવી રીત છે. 

આ પણ વાંચોઃ 'એક વર્ષ બાદ આટલો વધારે કોવિડ પોઝિટિવિટી રેટ, ફેલાઈ રહ્યો છે NB.1.8.1 વેરિયન્ટ', WHOએ કર્યા એલર્ટ

નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને વધુ જોખમ

દિલ્હી AIIMSના પૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોનાને લઈને કહ્યું કે, આ વાઈરસનો નવો વેરિયન્ટ જેએન.1 આવ્યું છે. આ વેરિયન્ટ ઓગસ્ટ 2023માં રિપોર્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે આખી દુનિયામાં સૌથી વધુ છે. આ વેરિયન્ટમાં અમુક મ્યૂટેષન છે, જેના કારણે સૌથી વધારે ઈન્ફેક્શન થાય છે. જેમાં તાવ, શરદી, ખાંસી, ગળામાં ખરાશ થાય છે. જે લોકોને હ્રદયની સમસય્ છે, ડાયાબિટીસ છે અથવા એવી દવાઓ લે છે, જેનાથી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય તો તેમણે સાવધાન રહેવાની જરૂર છે. 

Tags :