Get The App

'એક વર્ષ બાદ આટલો વધારે કોવિડ પોઝિટિવિટી રેટ, ફેલાઈ રહ્યો છે NB.1.8.1 વેરિયન્ટ', WHOએ કર્યા એલર્ટ

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
'એક વર્ષ બાદ આટલો વધારે કોવિડ પોઝિટિવિટી રેટ, ફેલાઈ રહ્યો છે NB.1.8.1 વેરિયન્ટ', WHOએ કર્યા એલર્ટ 1 - image


Coronavirus: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કોવિડ-19 વાયરસના ફરી વધતા કેસને લઈને ચિંતા વ્યક્ત કરી છે. WHOના અનુસાર, ફેબ્રુઆરી 2025ના મધ્યથી દુનિયાભરમાં SARS-CoV-2 વાયરસની ગતિવિધિમાં વધારો જોવા મળી રહ્યો છે. WHOના આંકડા અનુસાર, કોવિડ ટેસ્ટમાં પોઝિટિવિટી રેટ 11 ટકા સુધી પહોંચી ગયો છે, જે જુલાઈ 2024 બાદ સૌથી વધારે છે. WHOનું કહેવું છે કે, આ વધારો વિશેષ કરીને ઈસ્ટર્ન મેડિટેરેનિયન, સાઉથ-ઈસ્ટ એશિયા, વેસ્ટર્ન પેસિફિકના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે.

વાયરસના વેરિયન્ટમાં પણ ફેરફાર

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે, 2025ની શરૂઆતથી કોરોના વેરિયન્ટના ટ્રેન્ડમાં થોડો ફેરફાર આવ્યો છે. LP.8.1 વેરિયન્ટ ઘટી રહ્યો છે. જ્યારે NB.1.8.1નો વેરિયન્ટ અન્ડર મોનિટરિંગની શ્રેણીમાં રખાયા છે, તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. મે 2025ના મધ્ય સુધી આ વેરિયન્ટ દુનિયાભરમાં રિપોર્ટ કરાયેલા કુલ જીનોમિક સિક્વન્સનું 10.7 ટકા બની ચૂક્યા છે.

મોસમી પેટર્ન સ્પષ્ટ નથી

WHO મુજબ, હાલનું સંક્રમણ સ્તર ગયા વર્ષે આ સમય જેવી જ પરિસ્થિતિ દર્શાવે છે, WHOએ એમ પણ કહ્યું હતું કે, અત્યાર સુધી કોવિડ-19ના ફેલાવામાં કોઈ સ્પષ્ટ મોસમી પેટર્ન જોવા મળી નથી. આ ઉપરાંત, ઘણા દેશોમાં હજુ પણ દેખરેખની વ્યવસ્થા મર્યાદિત છે, જે ચિંતાનો વિષય છે.

WHO ભલામણો

WHOએ તમામ સભ્ય દેશોને આગ્રહ કર્યો છે કે, તેઓ જોખમ આધારિત અને ઇન્ટીગ્રેડેટ સ્ટ્રેટેજીના અનુસાર કોવિડનું સંચાલન કરો. WHO ડાયરેક્ટર જનરલની ભલામણોનું પાલન કરો. રસીકરણ કાર્યક્રમ બંધ ન કરો, તેને ચાલુ રાખો. ખાસ કરીને ઉચ્ચ જોખમ ધરાવતા લોકોને રસી આપવી જોઈએ. ગંભીર બીમારી અને મૃત્યુને રોકવા માટે રસી સૌથી અસરકારક રીત છે.


Tags :