World

વિશ્વના 5 મોટા અર્થતંત્રોમાં બેરોજગારીનું પ્રમાણ, જાણો ભારતનો ક્રમ કયો છે

By GS Team
11 Aug 20263 mins read
TukuTouch Logo
કેન્દ્રીય મંત્રાલયના રિપોર્ટ મુજબ, વિશ્વની 5 મોટી અર્થવ્યવસ્થામાં ભારત રોજગાર આપવામાં ચોથા ક્રમે છે. ભારતમાં બેરોજગારી દર 5.5% નોંધાયો છે, જે સ્થિર સ્થિતિ દર્શાવે છે. જાપાન (2.5%) સૌથી ઓછી બેરોજગારી સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે અમેરિકા (4.1%) બીજા અને ચીન (5.0%) ત્રીજા સ્થાને છે. જર્મની (6.4%) પાંચમા ક્રમે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વના 5 મોટા અર્થતંત્રોમાં બેરોજગારીનું પ્રમાણ, જાણો ભારતનો ક્રમ કયો છે
AI Image

India Ranks Fourth In Employment: ભારતમાં લાખો શિક્ષિત યુવાનો જ્યારે ડિગ્રીઓ હાથમાં લઈને નોકરીની શોધમાં નીકળે છે, ત્યારે તે માત્ર એક રોજગાર નહીં પરંતુ આખા પરિવારની આશાઓ સાથે જોડાયેલો વિષય હોય છે. દેશના આર્થિક વિકાસની ઝડપી પ્રગતિ વચ્ચે ઓછી થઈ રહેલી રોજગારીની તકો ચિંતાનો વિષય બની રહી છે. સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમપ્લિમેન્ટેશન મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા પીરિયોડિક લેબર ફોર્સ સર્વે અને નેશનલ સેમ્પલ સર્વે ઑફિસના રિપોર્ટ મુજબ, દેશમાં નોકરીઓની સ્થિતિમાં કોઈ મોટો ઉછાળો કે ઘટાડો આવ્યો નથી. જોકે ભારતમાં હાલમાં સ્થિતિ સ્થિર બનેલી છે. આથી એમાં હવે સુધારો થાય કે પરિસ્થિતિ વધુ ગંભીર બને એ જોવું રહ્યું.

વિશ્વના પાંચ સૌથી મોટા અર્થતંત્રોની તુલના કરાય, તો સૌથી ઓછી બેરોજગારી ધરાવતા દેશોની યાદીમાં ભારત ચોથા ક્રમે આવે છે.

વિશ્વના 5 મોટા અર્થતંત્રોમાં બેરોજગારીની તુલના

દુનિયાની પાંચ અગ્રણી આર્થિક તાકાતોમાં બેરોજગારીના દરમાં મોટો તફાવત જોવા મળે છે:

  • પ્રથમ ક્રમે જાપાન (2.5%): જાપાન વિશ્વમાં સૌથી ઓછી બેરોજગારી ધરાવતો દેશ છે. ત્યાં ઘટતી વસ્તી અને વૃદ્ધોની વધતી સંખ્યાને કારણે કામ કરનારા નિષ્ણાતો અને મજૂરોની ભારે અછત છે, જેથી ત્યાં રોજગારીની તકો હંમેશા ઉપલબ્ધ રહે છે.
  • બીજા ક્રમે અમેરિકા (4.1%): અમેરિકામાં બેરોજગારી દર 4.1% નોંધાયો છે. જોકે, જાણકારોના મતે આ ઘટાડો નવી નોકરીઓના સર્જન કરતાં લોકોના લેબર ફોર્સમાંથી બહાર થવાને કારણે જોવા મળ્યો છે.
  • ત્રીજા ક્રમે ચીન (5.0%): ચીનનો શહેરી સર્વેક્ષણ બેરોજગારી દર ઘટીને 5.0% પર આવ્યો છે, પરંતુ ત્યાં 16થી 24 વર્ષના યુવાનોમાં 15%થી 17% વચ્ચે જોવા મળતી બેરોજગારી હજુ પણ એક ગંભીર પડકાર છે.
  • ચોથા ક્રમે ભારત (5.5%): ભારત 5.5%ના દર સાથે ચોથા ક્રમે છે. આ દર દર્શાવે છે કે દેશનો જોબ માર્કેટ મોટો આંચકો કે ઉછાળો અનુભવ્યા વિના એક જગ્યાએ સ્થિર થયેલો છે.
  • પાંચમા ક્રમે જર્મની (6.4%): યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા જર્મનીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આવેલી મંદીના કારણે રાષ્ટ્રીય માનકો મુજબ બેરોજગારી દર 6.4% નોંધાયો છે (જોકે આંતરરાષ્ટ્રીય ILO માનકો મુજબ તે 3.9%થી 4.0%ની વચ્ચે છે).

ભારતમાં રોજગાર અને બેરોજગારીના સત્તાવાર આંકડા

સરકારી રિપોર્ટ અને તાજેતરના ડેટા અનુસાર ભારતમાં બેરોજગારી અને કામકાજના મુખ્ય આંકડાઓ નીચે મુજબ છે:

  • કુલ બેરોજગારી દર: વર્તમાન નાણાકીય વર્ષની એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં દેશનો કુલ બેરોજગારી દર 5.5% નોંધાયો છે, જે ગયા વર્ષની આ જ મુદતના 5.6%ની સરખામણીએ લગભગ સમાન છે.
  • શહેરી બેરોજગારી દર: શહેરી વિસ્તારોમાં સુધારાના લક્ષણો દેખાયા છે. શહેરોમાં બેરોજગારી દર ગયા વર્ષના જૂનના 7.1%થી ઘટીને આ વર્ષે જૂનમાં 6.6% પર આવી ગયો છે.
  • ગ્રામીણ બેરોજગારી દર: ગામડાંઓમાં બેરોજગારીનો દર મોટાભાગે સ્થિર જોવા મળ્યો છે.
  • શ્રમિક વસ્તી ગુણોત્તર: વર્કિંગ એજ પોપ્યુલેશનમાંથી કામ કરી રહેલા લોકોનો દર જૂન 2026માં 51.4% રહ્યો છે, જે જૂન 2025ના 51.2% કરતાં 0.2%નો મામૂલી સુધારો દર્શાવે છે.
  • લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ: શહેરોમાં સક્રિય રીતે કામ શોધતી કે કરતી વસ્તીનો દર જૂન 2026માં 54.4% રહ્યો છે (જૂન 2025માં તે 54.2% હતો).

રોજગારીમાં વસ્તીનો આંકડો અને સ્ત્રી-પુરુષ ભાગીદારી

દેશમાં કુલ રોજગારી મેળવી રહેલા લોકો અને તેમાં મહિલા-પુરુષોનું વિભાજન આ પ્રમાણે છે:

કુલ રોજગારમાં લોકો: દેશમાં કુલ 56.6 કરોડ લોકો વિવિધ ક્ષેત્રોમાં રોજગારી મેળવી રહ્યા છે.

રોજગારમાં પુરુષો: કુલ રોજગારમાં પુરુષોની સંખ્યા 40.2 કરોડ છે.

રોજગારમાં મહિલાઓ: કુલ રોજગારમાં મહિલાઓની સંખ્યા 16.4 કરોડ છે.

ગામડાં અને શહેરોમાં મહિલાઓની સ્થિતિ: સર્વેનો એક મહત્ત્વનું પાસું એ છે કે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓનો લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ વધીને 36.6% થયો છે (જે ગયા વર્ષે જૂનમાં 35.2% હતો). આનાથી વિપરીત, શહેરોમાં મહિલાઓની ભાગીદારી 25.2%થી ઘટીને 24.8% થઈ ગઈ છે. આ આંકડો દર્શાવે છે કે ગ્રામીણ ભારતમાં મહિલાઓ કામકાજમાં વધુ આગળ આવી રહી છે, જ્યારે શહેરોમાં મહિલાઓ માટે તકોમાં આંશિક ઘટાડો થયો છે.