આર્ટમિસ મિશન શું છે ? જે માટે નાસાએ ઇસરોને ઑફર કરી : તે ઓફર મૂન બેઝ મિશન સાથે સંલગ્ન છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : ઓર્ટમિસ મિશન નાસાનો એક મહત્વાકાંક્ષી અંતરિક્ષ કાર્યક્રમ છે. તેનો હેતુ ૫૦ વર્ષ પછી માનવીને ફરીવાર ચંદ્ર ઉપર મોકલવાનો છે તેમ જ ત્યાં સ્થાયી વસ્તી વસાવવા અને ભવિષ્યમાં મંગળ-અભિયાન માટે તૈયારીઓ કરવાનો છે. આ મહત્વાકાંક્ષી યોજનામાં સામેલ થવા નાસાએ ઇસરોને ઓફર કરી છે.
અમેરિકી દૂતાવાસે પત્રકારોને જણાવ્યું હતું કે નાસાએ આર્ટિમિસ એકોર્ડ નીચેની ભારત અમેરિકા ભાગીદારીને વધુ મજબૂત કરવા ઇસરોને નાસાના મૂનબેઝ પ્રોગ્રામમાં સહભાગી થવા ઑફર કરી છે. તે સમજૂતી પ્રમાણે બંને દેશો પોતાના સાયંટિફિક ડેટાની આપ લે કરશે.
આમ સમજૂતીઓ હેતુ બાહ્ય અંતરિક્ષનું નાગરિક સર્વેક્ષણ અને તેના ઉપયોગનું ગવર્નન્સ સુવ્યવસ્થિત રાખવા અંતરિક્ષમાં અમેરિકાની લીડરશીપને પુષ્ટિ આપવા વૈજ્ઞાનિક સંશોધનોને આગળ વધારવા ઉદ્યોગોમાં નવનીકરણ કરવામાં સહાયભૂત થવાનો, તથા નવીનીકરણ તરફ યુવાનોને વાળવાનો છે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ચંદ્રના દક્ષિણ ધુ્રવ ઉપર બેઝ (સંશોધન મથક) સ્થાપવાનો છે.
૨૧જૂન ૨૦૨૩માં આર્ટિમિસ સમજૂતી ઉપર હસ્તાક્ષર કરનારો ભારત ૨૭મો દેશ છે. તે દ્વારા ભવિષ્યમાં વૈજ્ઞાનિક સંશોધનોમાં બંને દેશો આપસી સહકારથી કાર્ય કરવા ઉપરાંત ડેટા બેઝની આપ લે કરી રહ્યા છે. જે ભવિષ્યમાં પણ ચાલુ રખાશે.
આર્ટિમીસનું પહેલું ચરણ નવેમ્બર ૨૦૨૨માં ભરવામાં આવ્યું હતું. તેમાં માનવ રહિત ઉડ્ડયન હતું. જે સફળ પણ રહ્યું હતું.
આ પછી આર્ટિમિસ (૨) ૧ એપ્રિલ ૨૦૨૬માં લોન્ચ કરવામાં આવ્યું. તેમાં ૪ અંતરિક્ષ યાત્રીઓ (રીડ વાઇઝમેન, વિક્ટર ગ્લોવર, ક્રિસ્ટીના કોચ અને જેરોમી હનસેન) એ ચંદ્રમાની પરિક્રમા કરી હતી. અને ૧૦ દિવસ પછી એપ્રિલ ૨૦૨૬માં સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત આવ્યા. હવેના ચરણોમાં (આર્ટિમિસ- III અને IV) છે. તેમાં ચંદ્રમાની કક્ષામાં ડોકીંગ પરીક્ષણ અને ચંદ્રના દક્ષિણ ધુ્રવ ઉપર અંતરિક્ષ યાત્રીઓને ઉતારવાનું ધ્યેય છે.




