World

‘અમે હોર્મુઝની ખાડીમાં સ્ટીલની દીવાલ ઊભી કરી’, ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, ઈરાન પર પણ સાધ્યું નિશાન

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડીમાં 'સ્ટીલની દીવાલ' ઊભી કરવાનો દાવો કર્યો છે. ટ્રુથ સોશિયલ પર તેમણે લખ્યું કે ઈરાન હવે મિડલ ઈસ્ટનો દાદા રહ્યો નથી, ત્યાં ફુગાવો 300% પહોંચ્યો છે. ટ્રમ્પના મતે, અમેરિકાનું ખાડી પર સંપૂર્ણ નિયંત્રણ છે અને ઈરાન આર્થિક રીતે કંગાળ બન્યું છે. ઈરાન પાસે હવે નેવી કે એરફોર્સ પણ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

‘અમે હોર્મુઝની ખાડીમાં સ્ટીલની દીવાલ ઊભી કરી’, ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, ઈરાન પર પણ સાધ્યું નિશાન

Donald Trump On Iran : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાએ હોર્મુઝની ખાડી (Strait of Hormuz)માં 'સ્ટીલની દીવાલ' ઊભી કરી દીધી છે અને આ સ્થિતિ આગળ પણ જાળવી રાખવામાં આવશે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે એક સમયે મિડલ ઈસ્ટનો દાદા ગણાતો ઈરાન હવે પહેલા જેવો રહ્યો નથી. ત્યાં ફુગાવો 300% સુધી પહોંચી ગયો છે અને તેમની સ્થિતિ સતત બગડી રહી છે.

હોર્મુઝની ખાડી પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ

ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) એ પોતાની પોસ્ટમાં લખ્યું કે, 'હું માનું છું કે અમે આ નિયંત્રણ જાળવી રાખીશું! આપણી નૌસૈનિક નાકેબંધીને દરેક વ્યક્તિ 'સ્ટીલની દીવાલ' કહી રહી છે અને ઈરાન આ અંગે કશું જ કરી શકે તેમ નથી.' તેમણે ઉમેર્યું કે હોર્મુઝની ખાડી પર હવે અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ છે.

image.png

ઈરાન આર્થિક રીતે કંગાળ અને લાચાર બન્યું

ઈરાનની વર્તમાન પરિસ્થિતિ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે ઈરાન પાસે હવે ન તો નેવી બચી છે કે ન તો એરફોર્સ. તેમના બાકી રહેલા સૈનિકોને પગાર પણ મળી રહ્યો નથી. IRGC તબાહ થઈ ચૂક્યું છે અને તેના જવાનો ભાગી રહ્યા છે, જ્યારે દેશનું નેતૃત્વ અનિશ્ચિત છે. ઈરાન પાસે નાણાં બચ્યા નથી અને આખો દેશ બરબાદ થઈ ચૂક્યો છે.

સીઝફાયર વાટાઘાટો વચ્ચે ટ્રમ્પનો કટાક્ષ

ઈરાને અમેરિકા સાથે સીઝફાયરને લઈને કોઈ પણ નવા કરાર કરવાનો ઈનકાર કર્યા બાદ ટ્રમ્પનું આ નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે કટાક્ષ કરતા લખ્યું કે ઈરાન પાસે હવે માત્ર ફેક ન્યૂઝ અને 300% મોંઘવારી સિવાય કશું નથી. ઈરાન માત્ર વાતો કરે છે, કોઈ પગલાં ભરી શકતું નથી અને હવે તે મિડલ ઈસ્ટનો દાદા રહ્યો નથી.