World

હોર્મુઝ પર નિયંત્રણ અને માલિકી બંને અમારી: ટ્રમ્પે નવો નકશો જાહેર કર્યો

By GS Team
19 Aug 20263 mins read
TukuTouch Logo
વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝને અમેરિકાનો વિસ્તાર જાહેર કરતો ભડકાઉ નકશો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર અમેરિકાના સંપૂર્ણ નિયંત્રણના દાવાથી ઈરાન સાથે તણાવ વધ્યો છે. ઈરાને અમેરિકા શરતો પૂરી ન કરે ત્યાં સુધી હોર્મુઝ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે, જેનાથી બંને દેશો વચ્ચે સ્થિતિ વધુ વણસી છે. દુબઈમાં મિસાઈલ હુમલાની ચેતવણી પણ જાહેર થઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝ પર નિયંત્રણ અને માલિકી બંને અમારી: ટ્રમ્પે નવો નકશો જાહેર કર્યો
  • સતત વિવાદોમાં રહેતા ટ્રમ્પનો વધુ એક વિવાદ
  • ટ્રમ્પના ભડકાઉ નકશાના કારણે ઇરાન સાથેની સ્થિતિ વધારે વણસે તેવી સંભાવના નિષ્ણાતોએ વ્યક્ત કરી

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પ નીતનવા ગતકડા કરવા જાણીતા છે. આવા જ એક વધુ ગતકડામાં તેમણે હોર્મુઝને અમેરિકાનો વિસ્તાર જાહેર કરીને ઇરાન સાથે તણાવ વધાર્યો છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક નકશો પોસ્ટ કરી આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગને અમેરિકાની માલિકીનો જળમાર્ગ જાહેર કર્યો છે. બીજી બાજુ ઇરાને સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી અમેરિકા વચગાળાની સમજૂતી હેઠળની શરતો પૂરી કરે નહીં ત્યાં સુધી હોર્મુઝની ખાડી બંધ રહેશે.
ટ્રમ્પનો આ ભડકાઉ નકશો ત્યારે આવ્યો જ્યારે ટ્રમ્પે દાવો કર્યો છે કે ઉર્જાની નિકાસ માટે વિશ્વના સૌથી મહત્ત્વના સમુદ્ર માર્ગોમાં એક હોર્મુઝ પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ છે. ફારસની ખાડીને ઓમાનની ખાડી અને અરબ સાગરથી જોડતા આ સાંકડા જળમાર્ગ પર નેવિગેશનના નિયંત્રણને લઈને પહેલેથી જ ચાલતા વિવાદમાં વધુ એક ફણગો ફૂટયો છે.
ટ્રમ્પે કેટલીય વખત આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગને અમેરિકન વિસ્તાર જાહેર કરવાનો વિચાર વ્યક્ત કર્યો છે. સોમવારે પત્રકારો સાથે વાત કરતાં તેમણે તે વાતનો પુનરોચ્ચાર કર્યો કે મને લાગે છે કે આ એક સારો વિચાર છે. અમે ઘેરાબંધી દ્વારા તેને નિયંત્રિત કરીએ છીએ. હોર્મુઝ પર અમારું સંપૂર્ણ નિયંત્રણ છે. આ પહેલા શુક્રવારે લોંગ આઇલેન્ડમાં એક રિપબ્લિકન રેલીને સંબોધતા ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાનને હરાવ્યા પછી વહેલામાં વહેલી તકે હોર્મુઝને હું અમેરિકાનો વિસ્તાર જાહેર કરી દઇશ.
બીજી બાજુએ ઇરાનના વરિષ્ઠ મંત્રણાકાર મોહમ્મદ બાઘેર ગાલિબાફે જણાવ્યું હતું કે અમેરિકા જ્યાં સુધી તેની પ્રતિબદ્ધતાઓનો અમલ કરે નહીં ત્યાં સુધી હોર્મુઝ ખોલવામાં નહીં આવે. તેમણે અમેરિકન લશ્કરને નાકાબંધી હટાવવા, તેના ઓઇલ પરથી પ્રતિબંધ હટાવવા અને વિદેશમાં જમા ઇરાની સંપત્તિ પર પ્રતિબંધ દૂર કરવાની માંગ કરી હતી. ઇરાનનું કહેવું છે કે આ વચન અમેરિકા-ઇરાન વચ્ચે જૂનમાં થયેલી સમજૂતીનો હિસ્સો હતો. હવે આ સમજૂતી તૂટતા બંને પક્ષ એવી ટક્કરમાં સપડાઈ ગયા છે.
સંયુક્ત આરબની રાજધાની દુબઈમાં મિસાઇલ હુમલાની વોર્નિંગ આવી છે. યુએઈના ગૃહ મંત્રાલયે વર્તમાન સ્થિતિ અને સંભવિત મિસાઇલ ખતરા વચ્ચે લોકોને તરત નજીકની જોડેની બિલ્ડિંગમાં આશરો લેવા, બારીઓ, દરવાજાઓ અને ખુલ્લી જગ્યાઓથી દૂર રહેવા અપીલ કરી છે. ગૃહ મંત્રાલેયે લોકોને સલાહ આપી છે કે સુરક્ષિત સ્થળો પર રહો. યુએઈ એર ડિફેન્સ ફોર્સે દેશને નિશાન બનાવનારા મિસાઇલના ભયને શોધી કાઢ્યો છે.જો કે થોડા સમયમાં જ આ એલર્ટ પરત લેવાઈ હતી, જેણે તાવ્યું હતું કે હુમલાનો ભય ઓસરી ગયો છે.
આ ઉપરાંત હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં એક અજાણ્યા જહાજ પર હુમલો કરવામાં ાવ્યો છે. હાલમાં તો કોઈએ આ હુમલાની જવાબદારી લીધી નથી. પણ આ હુમલાએ બતાવ્યું છે કે હજી પણ હોર્મુઝ સલામત નથી. ંઆ હુમલામાં એક ક્રૂ મેમ્બરનું મોત થયુ હતુ, એમ યુકેએમટીઓએ કંપનીની સિક્યોરિટી ઓફિસને ટાંકીને અહેવાલ આપ્યો હતો. આ ઉપરાંત ઇરાન સમર્થિત હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાની ઓઇલ રિફાઇનરી પર હુમલો કર્યાનો દાવો કર્યો છે. તના પગલે ગૃહયુદ્ધનો ભોગ બનેલા દેશમાં ફરીથી ગૃહયુદ્ધ સળગી ઉઠવાના એંધાણ છે. આ હુમલો સાઉદી અરામ્કોની સરકારી રિફાઇનરી પર કરવામાં આવ્યો હતો. હુથીઓએ યમનની સરકારી સેનાની સાથે-સાથે તેના ટેકેદારો પર પણ હુમલી તીવ્ર બનાવ્યા છે. છ ઓગસ્ટથી હુથીઓના હુમલાના લીધે સરકારના અંકુશવાળા વિસ્તારમાં ૧૭નાં મોત થયા છે.