વોરેન બફેટે પાંચ દાયકા પછી બર્કશાયર હૈથવેનું અધ્યક્ષપદ છોડયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઓમાહા: વોરેન બફેટ અમેરિકાની એક ટ્રિલિયન ડોલર કંપની બર્કશાયર હૈથવેના ચેરમેનપદેથી હટી રહ્યા છે. તેઓ પાંચ દાયકા કરતા વધુ સમયથી આ કંપની સંભાળી રહ્યા હતા. કોર્પોરેટ અમેરિકાની સૌથી ચર્ચિત કંપનીઓમાંથી એક માટે આ એક મોટો ફેરફાર છે.
૯૬ વર્ષના આ પ્રસિદ્ધ રોકાણકાર હવે માનદ ચેરમેન રહેશે, જ્યારે તેમના પુત્ર હોર્વડ બફેટ ચેરમેનનું પદ સંભાળશે. આ ઉત્તરાધિકારની યોજના લાંબા સમયથી ચાલી રહી હતી.
૧૯૭૦થી બર્કશાયરના ચેરમેન રહેલા બફેટ, ડાયરેક્ટર તરીકે કામ કરતા રહેશે અને વિશ્વના સૌથી મોટા રોકાણકાર પૈકી એક તરીકે તેમનો પ્રભાવ ચાલુ રહેશે. ગ્રેગ એબેલ આ વર્ષની શરૂઆતમાં સીઈઓ બન્યા હતા. બફેટે જણાવ્યું કે તેમને વિશ્વાસ છે કે એબેલ અને હોવર્ડ બર્કશાયરના ભાવિને સુરક્ષિત કરશે. એબેલ કંપની ચલાવશે જ્યારે હોવર્ડ તેના કલ્ચર અને મૂલ્યોની રક્ષા કરશે. બફેટના કાર્યકાળમાં બર્કશાયર એક સંઘર્ષ કરી રહેલી ન્યુ ઈંગ્લેન્ડ ટેક્સટાઈલ કંપનીમાંથી એક ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ કંપની અને વોલ સ્ટ્રીટની અગ્રણી કંપની બની ગઈ. ૨૦૨૪માં આ કંપની એક ટ્રિલિયન ડોલરની વેલ્યુએશન પાર કરનારી પ્રથમ નોન-ટેકનોલોજી કંપની બની ગઈ. તેમના નેતૃત્વમાં બર્કશાયરએ ૧૯.૯ ટકાનું કમ્પાઉન્ડેડ વાર્ષિક વળતર આપ્યું, જે આ અવધિમાં એસ એન્ડ પી ૫૦૦ના ૧૦.૪ ટકા વળતરથી લગભગ બમણુ હતું.
બફેટે સમાજ સેવાના ક્ષેત્રમાં પણ મોટી વિરાસત ઊભી કરી છે. તેમણે ૨૦૦૬થી અત્યાર સુધી લગભગ ૬૬ અબજ ડોલરના બર્કશાયરના શેર દાનમાં આપ્યા છે. તેમના રોકાણના નિર્ણયો અને બર્કશાયરની જાણકારી જાહેર કરવાની પદ્ધતિએ ઘણીવાર વિશ્વભરના આર્થિક બજારોને પ્રભાવિત કર્યા છે. એબેલએ કંપની પર બફેટની બેજોડ અસરની પ્રશંસા કરી અને જણાવ્યું કે તેમના બનાવેલા કલ્ચર અને મૂલ્ય હોવર્ડના નેતૃત્વમાં પણ બર્કશાયર માટે મહત્વના બની રહેશે.




