World

યુદ્ધ ભડકશે! ઈરાનના ઓઈલના ગઢ સમાન ખાર્ગ આઈલેન્ડ પર ભયાનક હુમલો કર્યાનો ટ્રમ્પનો દાવો

By GS Team
31 Aug 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વધુ ભયાનક બન્યું છે. ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકાએ ઈરાનના સૌથી મહત્ત્વપૂર્ણ ઓઈલ નિકાસ કેન્દ્ર 'ખાર્ગ આઇલેન્ડ'ને સંપૂર્ણપણે તબાહ કરી દીધું છે. આ પહેલાં લારક ટાપુ પર રોકેટ સિસ્ટમ નષ્ટ કરાઈ હતી. ઈરાને પણ જોર્ડન અને કતારમાં અમેરિકન મથકો પર મિસાઈલ છોડી હતી. આ સંઘર્ષની વૈશ્વિક ઓઈલ બજાર પર સીધી અસર જોવા મળી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુદ્ધ ભડકશે! ઈરાનના ઓઈલના ગઢ સમાન ખાર્ગ આઈલેન્ડ પર ભયાનક હુમલો કર્યાનો ટ્રમ્પનો દાવો

Kharg island Attack | અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે વધુ ભયાનક વળાંક લઈ રહ્યો છે. લારક ટાપુ પર હુમલો કર્યા બાદ હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનના સૌથી મહત્ત્વપૂર્ણ ઓઈલ નિકાસ કેન્દ્ર એવા 'ખાર્ગ આઇલેન્ડ'ને પણ અમેરિકાએ નિશાન બનાવીને સંપૂર્ણપણે તબાહ કરી દીધું છે.

ખાર્ગ આઇલેન્ડ પર હુમલાનો ટ્રમ્પનો દાવો

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે ઈરાનના અત્યંત મહત્ત્વપૂર્ણ ખાર્ગ ટાપુને અમેરિકન સૈન્ય કાર્યવાહીમાં નિશાન બનાવવામાં આવ્યો છે અને તેને ભારે નુકસાન પહોંચાડાયું છે. ખાર્ગ આઇલેન્ડ ઉત્તરી ફારસની ખાડીમાં આવેલું છે અને તે ઈરાનનું મુખ્ય ઓઇલ ટર્મિનલ છે. ઈરાનના કુલ ક્રૂડ ઓઈલના નિકાસનો લગભગ 90 ટકા હિસ્સો આ જ ટાપુ પરથી સંચાલિત થાય છે.

લારક આઇલેન્ડ પર રોકેટ સિસ્ટમ નષ્ટ કરી

આ પહેલાં અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ ઈરાનના લારક ટાપુ પર ડ્રોન હુમલો કર્યો હતો. અમેરિકન ઈન્ટેલિજન્સ મુજબ ઈરાનનું રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ત્યાંથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝના દરિયાઈ માર્ગમાં માઈન્સ (બારૂદી સુરંગો) દાગવાની તૈયારી કરી રહ્યું હતું. આ હુમલામાં IRGCના બે મિસાઈલ લોન્ચિંગ સિસ્ટમ નષ્ટ કરી દેવાયા હતા, જેમાં અનેક ઈરાની સૈનિકો અને નાગરિકો માર્યા ગયા હતા.

ઈરાનનો મિસાઈલ વડે પલટવાર

અમેરિકન આક્રમણના જવાબમાં ઈરાને પણ જોર્ડન અને કતારમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો તરફ બેલેસ્ટિક મિસાઈલો દાગી હતી. જોર્ડનમાં આવેલા 'કિંગ હુસૈન' અને 'અલ-અઝરાક' એરબેઝના ટેકનિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિમાનોના મથકોને ઈરાને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ, જોર્ડનની એર ડિફેન્સ સિસ્ટમે ઈરાનની આશરે 8 મિસાઈલોને હવામાં જ પાડી દીધી હતી.

વૈશ્વિક ઓઈલ બજાર અને વેપાર પર અસર

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા જતા વિવાદની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજાર પર જોવા મળી છે. ક્રૂડ ઓઈલના ભાવમાં 1 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે અને બ્રેન્ટ ક્રૂડ 89 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયું છે. આ ઉપરાંત સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા વેપારી જહાજો માટે વીમા કંપનીઓએ આ માર્ગને અત્યંત જોખમી અને મોંઘો ગણાવ્યો છે.