‘યુક્રેન વગર કોઈપણ નિર્ણય લેશો તો...’ પુતિન સાથે બેઠક યોજનાર ટ્રમ્પને ઝેલેન્સ્કીની ચેતવણી
Volodymyr Zelensky Warns Donald Trump : રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરવા અને શાંતિ સ્થાપવા માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) વચ્ચે 15 ઓગસ્ટે અલાસ્કામાં શિખર બેઠક યોજાવાની છે. ટ્રમ્પ-પુતિન વચ્ચેની બેઠકને યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાની અને શાંતિની દિશાનું મહત્ત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે, ત્યારે બેઠક પહેલા યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy)એ ટ્રમ્પને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘અમેરિકા અને રશિયા યુક્રેનની હાજરી વગર કોઈપણ શાંતિ સમજૂતી કરશે તો તે ગેરકાયદે ગણાશે.’
અમારા વગર ઉકેલ મરેલો કહેવાશે : ઝેલેન્સ્કી
એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ ઝેલેન્સકીએ શનિવારે (9 ઓગસ્ટ) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પર કહ્યું કે, ‘જે ઉકેલમાં યુક્રેનનો સમાવેશ થતો નથી અને શાંતિની વિરુદ્ધ હોય તેને ફક્ત મરેલો ઉકેલ કહેવામાં આવશે, જે ક્યારેય કામ કરશે નહીં. યુક્રેનની બંધારણીય અખંડિતતાનું સન્માન કરવું જોઈએ અને યુક્રેનિયન નાગરિકો પોતાની જમીન કબજે કરનારાઓને નહીં આપે.’
‘અમે શાંતિ માટે નિર્ણય લેવા તૈયાર છીએ’
ઝેલેન્સ્કીએ એમ પણ કહ્યું કે, ‘યુક્રેન એવા વાસ્તવિક નિર્ણય લેવા માટે તૈયાર છે, જેનાથી શાંતિ બહાર થઈ શકે છે. જે નિર્ણયો અમારા વિરુદ્ધના હશે, અમારી ગેરહાજરીમાં થશે અને શાંતિની વિરુદ્ધ હશે, તે નિર્ણયોથી કંઈપણ નહીં થાય, તે માત્ર મરેલા નિર્ણય કહેવાશે અને સંપૂર્ણ અવ્યવહારિક ગણાશે. આપણે બધાએ એક વાસ્તવિક શાંતિની જરૂર છે. આપણે તે શાંતિની જરૂર છે, તેનું સૌકોઈ સન્માન કરે.’
‘પુતિનને અમારા લોકો પર વિશ્વાસ નથી’
તેમણે વધુમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ પુતિનને અમારા લોકો પર વિશ્વાસ કરતા નથી અને આ જ કારણે તેમણે યુક્રેન પર કબજો કરવાનો નિરાશાજનક નિર્ણય લીધો છે. તેમની સૌથી મોટી ભૂલ યુક્રેનના નાગરિકોની અવગણના કરવાની હતી. એ વાત સાચી છે કે, અમે રશિયાએ કરેલા ગુનાઓ માટે કોઈ પુરસ્કાર આપવાના નથી, પરંતુ યુક્રેનની પ્રજા સંપૂર્ણ અને વાસ્તવિક શાંતિની હકદાર છે. અન્ય તમામ ભાગીદારોએ પણ આ સમજવું પડશે કે, એક ગરિમાપૂર્ણ અને આદરણીય શાંતિ શું હોય છે?