World

અમેરિકા-વેનેઝૂએલાના 65 બિલિયન બેરલ ક્રૂડ-રીઝર્વ્સનો કબ્જો લેવાનું છે : રીપોર્ટ

By GS Team
29 Aug 20262 mins read
TukuTouch Logo
વોશિંગ્ટનથી મળતા અહેવાલ મુજબ, અમેરિકાએ વેનેઝુએલાના 65 બિલિયન બેરલ ક્રૂડ રિઝર્વનો કબજો મેળવવા માટે ઇતિહાસનો સૌથી મોટો ઓઈલ સોદો કર્યો છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ જાહેરાત કરી હતી. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો અને યુદ્ધમંત્રી પેટ હેગસેથ વેનેઝુએલાના પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સ સાથે આ ઐતિહાસિક ડીલ માટે મંત્રણા કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા-વેનેઝૂએલાના 65 બિલિયન બેરલ ક્રૂડ-રીઝર્વ્સનો કબ્જો લેવાનું છે : રીપોર્ટ
  • હજી સુધીમાં થયેલી સૌથી મોટી ઓઈલ ડીલ
  • અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો અને યુદ્ધમંત્રી પેટહેગ સેથ વેનેઝૂએલાના પ્રમુખ ડેલ્સી રોડ્રીગ્સ સાથે મંત્રણા કરી રહ્યા છે

વોશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (યુ.એસ. સમય મુજબ) શુક્રવારે જણાવ્યું હતું કે અમેરિકાએ તેલના ઈતિહાસમાં હજી સુધીમાં થયેલી સૌથી મોટી ઓઈલ ડીલ સિદ્ધ કરી છે, જેમાં અમેરિકાને વેનેઝુએલાના ૬૫ બિલિયન બેરલ ક્રૂડ રીઝર્વનો કબ્જો મળી જશે.
પ્રમુખ ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે તે માટે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો અને યુદ્ધમંત્રી પેટ હેગસેથ વેનેઝૂએલાના પ્રમુખ ડેલ્સી રોડ્રીગ્સ સાથે મંત્રણા કરી રહ્યાં છે.
આ સાથે પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે આ સોદો તેલના ઈતિહાસમાં હજી સુધીમાં થયેલો સૌથી મોટો સોદો બની રહેશે.
આ વિષે એક્સીમોસ સમાચાર પોર્ટલ જણાવે છે કે, વેનેઝૂએલાએ હજી સુધી તે વિધાનોને પુષ્ટિ આપી નથી પરંતુ વિશ્લેષકો માને છે કે આ લેટિન અમેરિકન દેશ પછીથી તે સોદો સ્વીકારી પણ લે.
તે સર્વવિદિત છે કે, અમેરિકાના બંને ખંડો ઉત્તર અને દક્ષિણ અમેરિકાની ઉપર અમેરિકાની આણ કરે છે. એક માત્ર ક્યુબા સિવાય બધા જ દેશો અમેરિકાની જી-હજૂરી કરે છે, તેમની પાસે બીજો વિકલ્પ જ નથી.
અમેરિકાએ કેટલાંક વર્ષો પહેલાં પનામાના પ્રમુખનું અપહરણ કરાવ્યું હતું. આ વખતે વેનેઝૂએલાના પૂર્વ પ્રમુખ નિકોલસ માદુરોની તેમના પત્ની સાથે અપહરણ કરી બંનેને ન્યુયોર્ક-સ્થિત જેલમાં રખાયા છે, તે પછી વેનેઝૂયેલાના કાર્યકારી પ્રમુખપદે ડેલ્સી રોડ્રિગ્સ છે. અમેરિકાના અધિકારીઓ તેઓ સાથે મંત્રણા કરી રહ્યા છે.