World

આવતીકાલથી ટ્રમ્પની ટૅરિફ વસૂલી પર લાગશે બ્રેક, US સુપ્રીમ કોર્ટે ગણાવ્યો હતો ગેરકાયદે

By GS TEAM
23 Feb 20262 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મહત્ત્વાકાંક્ષી 'રેસિપ્રોકલ ટૅરિફ' પ્લાનને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગેરકાનૂની જાહેર કરતાં વૈશ્વિક વ્યાપાર જગતમાં મોટી હલચલ મચી ગઈ છે. અદાલતના આ ચુકાદા બાદ અમેરિકા હવે મંગળવારથી વધારાના ટૅરિફની વસૂલાત રોકવા જઈ રહ્યું છે. અમેરિકન સીમા શુલ્ક અને સીમા સુરક્ષા વિભાગે જાહેરાત કરી છે કે, 1977ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઈકોનોમિક પાવર ઍક્ટ(IEEPA) હેઠળ લેવામાં આવતો ટૅરિફ મંગળવારે રાત્રે 12:01 વાગ્યાથી બંધ કરી દેવામાં આવશે. આ નિર્ણયથી આયાતકારોને મોટી રાહત મળશે, કારણ કે તેમના કાર્ગો સિસ્ટમમાં રહેલા ડ્યુટી કોડ હવે ડીએક્ટીવ કરી દેવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આવતીકાલથી ટ્રમ્પની ટૅરિફ વસૂલી પર લાગશે બ્રેક, US સુપ્રીમ કોર્ટે ગણાવ્યો હતો ગેરકાયદે
(IMAGE - IANS)

US To Halt Tariff Collections: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મહત્ત્વાકાંક્ષી 'રેસિપ્રોકલ ટૅરિફ' પ્લાનને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગેરકાનૂની જાહેર કરતાં વૈશ્વિક વ્યાપાર જગતમાં મોટી હલચલ મચી ગઈ છે. અદાલતના આ ચુકાદા બાદ અમેરિકા હવે મંગળવારથી વધારાના ટૅરિફની વસૂલાત રોકવા જઈ રહ્યું છે. અમેરિકન સીમા શુલ્ક અને સીમા સુરક્ષા વિભાગે જાહેરાત કરી છે કે, 1977ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઈકોનોમિક પાવર ઍક્ટ(IEEPA) હેઠળ લેવામાં આવતો ટૅરિફ મંગળવારે રાત્રે 12:01 વાગ્યાથી બંધ કરી દેવામાં આવશે. આ નિર્ણયથી આયાતકારોને મોટી રાહત મળશે, કારણ કે તેમના કાર્ગો સિસ્ટમમાં રહેલા ડ્યુટી કોડ હવે ડીએક્ટીવ કરી દેવાશે.

સુપ્રીમ કોર્ટે 6-3ના વોટથી ટ્રમ્પના ટૅરિફને ગેરબંધારણીય ઠેરવ્યો

સુપ્રીમ કોર્ટે 6-3ના બહુમતી ફેંસલામાં સ્પષ્ટ કર્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે IEEPAનો હવાલો આપીને વ્યાપક ટૅરિફ લાદીને પોતાના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. જોકે, આ આદેશ માત્ર IEEPA હેઠળ લાદવામાં આવેલા ટૅરિફ પર જ લાગુ થશે, જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા(કલમ 232) અને અનુચિત વ્યાપાર કાયદા(કલમ 301) હેઠળ લાદવામાં આવેલા અન્ય ટૅરિફ યથાવત્ રહેશે. કોર્ટના આ નિર્ણયથી ટ્રમ્પના વ્યાપાર એજન્ડાને મોટો ફટકો પડ્યો છે.

175 અબજ ડૉલરના રિફંડનો ખતરો

આ આર્થિક નિર્ણયનું મહત્ત્વ એટલા માટે પણ વધારે છે કારણ કે, અર્થશાસ્ત્રીઓના મતે આ ચુકાદાને કારણે અમેરિકાને 175 અબજ ડૉલરથી વધુની ટૅરિફ આવક ગુમાવવી પડી શકે છે અથવા તેને રિફંડ કરવી પડી શકે છે. ગેરકાનૂની જાહેર કરાયેલા આ ટૅરિફથી અમેરિકાને દરરોજ અંદાજે 500 મિલિયન ડૉલરની કમાણી થતી હતી.

આ પણ વાંચો: 'ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ...', યુદ્ધની આશંકા વચ્ચે ભારતીયોને સરકારની અપીલ

ટ્રમ્પનો નવો દાવ: 15% ગ્લોબલ ટૅરિફ

સુપ્રીમ કોર્ટના આંચકા બાદ તુરંત જ ડોનાલ્ડ ટ્રમ્પે કલમ 122નો ઉપયોગ કરીને એક નવો દાવ રમ્યો છે. તેમણે તમામ દેશોમાંથી આવતા સામાન પર 10% ગ્લોબલ ટૅરિફ લગાવી દીધો છે, જેને બાદમાં વધારીને 15% કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે કલમ 122 હેઠળ મહત્તમ 15% ટૅરિફ માત્ર 150 દિવસ માટે જ લાગુ કરી શકાય છે.