અમેરિકામાં યહૂદીઓના મ્યુઝિયમ નજીક ગોળીબાર, ઈઝરાયલી દૂતાવાસના 2 કર્મચારીની હત્યા
US Jewish Museum Firing: અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં Jewish મ્યૂઝિયમ પાસે થયેલા ગોળીબારમાં ઈઝરાયલના દૂતાવાસના બે કર્મચારીઓના મોત નિપજ્યા છે. આ ગોળીબાર જે મ્યુઝિયમની બહાર કરવામાં આવ્યો, ત્યાં એક કાર્યક્રમ થઈ રહ્યો હતો, જેનું આયોજન અમેરિકન Jewish સમિતિએ કર્યું હતું. FBI ની જોઇન્ટ ટેરેરિઝમ ટાસ્કફોર્સ આ ઘટનાની તપાસ કરી રહી છે.
ઈઝરાયલ દૂતાવાસના બે કર્મચારીઓની હત્યા
હોમલેન્ડના સિક્યોરિટી વિભાગના મંત્રી ક્રિસ્ટી નોએમે જણાવ્યું કે, વોશિંગ્ટન ડીસીમાં Jewish મ્યૂઝિયમ પાસે ઈઝરાયલ દૂતાવાસના બે કર્મચારીઓના મોત નિપજ્યા છે. અમે સક્રિયતાથી આ વિશે તપાસ કરી રહ્યા છીએ અને આ સંબંધિત અન્ય જાણકારી મળતા જાહેર કરવામાં આવશે. પીડિતોના પરિવારો માટે પ્રાર્થના કરીએ છીએ અને હત્યારાઓને જલ્દી જ ન્યાયના કઠેડામાં લાવીને ઊભા રાખીશું.
આ પણ વાંચોઃ ઈઝરાયલે ગાઝામાં હોસ્પિટલને નિશાન બનાવી કરી એરસ્ટ્રાઈક, 82 લોકોનાં મોત, અનેક ઈજાગ્રસ્ત
યહૂદીઓ સામે આતંકવાદી કાર્યવાહી?
સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયલના રાજદૂત ડૈની ડૈનને આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, યહૂદીઓ સામે આ આતંકવાદી કાર્યવાહી છે.