અમેરિકાના વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું, 'યુક્રેનના નાટો સભ્યપદ પર નથી કોઈ વાત, અમારું લક્ષ્ય યુદ્ધને સમાપ્ત કરવાનું'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Marco Rubio Ukraine NATO Statement: રશિયા-યુક્રેન યુદ્ધને 4 વર્ષથી વધુ સમય વીતી ચૂક્યો છે, પરંતુ હજુ પણ આ યુદ્ધ પૂરું થવાની આશા નહીંવત બરાબર છે. બંને દેશો એકબીજા પર હજુ પણ હુમલા કરી રહ્યા છે. રશિયા વધુ હુમલા કરી રહ્યું છે, બીજી બાજુ યુક્રેન પણ વળતો જવાબ આપી રહ્યું છે. યુદ્ધ અટકાવવા માટે અનેક દેશો પ્રયાસો કરી રહ્યા છે. આ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ બાબતે એક મોટું નિવેદન આપ્યું છે.
'અમારું લક્ષ્ય આ યુદ્ધને સમાપ્ત કરવાનું છે'
એક કાર્યક્રમમાં જ્યારે રુબિયોને યુક્રેનના મુદ્દા પર પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, 'યુક્રેનના નાટો(NATO) સભ્યપદ અંગે કોઈ વાતચીત થઈ રહી નથી. જો શક્ય હોય તો અમારું સંપૂર્ણ લક્ષ્ય આ યુદ્ધને સમાપ્ત કરવાનું છે.'
યુક્રેન શું ઇચ્છે છે?
યુક્રેન લાંબા સમયથી નાટોનું સભ્ય બનવા ઇચ્છે છે. તે અનેક પ્રસંગોએ આ અંગે કહી પણ ચૂક્યું છે. જોકે રશિયા આની વિરુદ્ધ છે, કારણ કે બંને દેશોની સરહદ એકબીજા સાથે જોડાયેલી છે, અને જો યુક્રેનને નાટોનું સભ્યપદ મળી જાય તો તેની સરહદ પર નાટોના સૈનિકો તૈનાત થઈ જશે. યુક્રેન પોતાની સુરક્ષા માટે આવું જ ઇચ્છે છે, પરંતુ રશિયા એવું નથી ઇચ્છતું, કારણ કે સરહદ પર નાટો સૈનિકોની તૈનાતીને રશિયા પોતાની સુરક્ષા માટે ખતરો માને છે. યુક્રેન વિરુદ્ધ યુદ્ધનું આ મુખ્ય કારણ છે. જોકે યુદ્ધ શરૂ થયા બાદ યુક્રેન દ્વારા અલગ-અલગ પ્રસંગોએ નાટોનું સભ્યપદ લેવાની ના પણ પાડવામાં આવી છે, જેથી યુદ્ધ અટકાવી શકાય, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી.
યુક્રેનને નાટોનું સભ્યપદ નહીં અપાયઃટ્રમ્પ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અનેક પ્રસંગોએ કહ્યું છે કે, યુક્રેનને નાટોનું સભ્યપદ આપવામાં આવશે નહીં. જોકે નાટો દેશોએ અત્યાર સુધી આ યુદ્ધમાં રશિયા સામે યુક્રેનની ઘણી મદદ કરી છે. ઉલ્લેખનીય છે કે, નાટોમાં 30 યુરોપિયન દેશો અને 2 નોર્થ અમેરિકન દેશો સામેલ છે. નાટોના તમામ સભ્ય દેશો સૈન્ય બાબતોમાં એકબીજાને મદદ કરે છે. તેનો સૌથી મોટો ફાયદો નાટોમાં સામેલ નાના દેશોને મળે છે.




