Get The App

અમેરિકન સેનેટમાં પસાર થયું 'બિગ બ્યુટીફુલ બિલ', ટ્રમ્પે ગણાવી રિપબ્લિકન પાર્ટીની જીત

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકન સેનેટમાં પસાર થયું 'બિગ બ્યુટીફુલ બિલ', ટ્રમ્પે ગણાવી રિપબ્લિકન પાર્ટીની જીત 1 - image


Donald Trumps Big Beautiful Bill: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટી રાજકીય સફળતા મળી છે. તેમનું બહુચર્ચિત 'બિગ બ્યુટીફુલ બિલ' અમેરિકન સેનેટમાં 51-49ના અંતરથી પસાર થયું છે. બિલ હવે તેના આગામી રાઉન્ડના મતદાન માટે આગળ વધી રહ્યું છે, ત્યારે અમેરિકન પ્રમુખે સેનેટના મુખ્ય મતદાનને રિપબ્લિકન પાર્ટી માટે એક મોટી જીત ગણાવી છે. જેને લઈને તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર ખુશી વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: 'લાખો લોકોની નોકરી છીનવાઈ જશે, અમેરિકાને મોટું નુકસાન થશે...' મસ્કે ફરી ટ્રમ્પને કેમ ચેતવ્યાં

ટ્રમ્પે લખ્યું કે, 'આજે રાત્રે અમે સેનેટમાં ગ્રેસ, બિગ, બ્યુટીફુલ બિલની સાથે એક ગ્રેટ વિક્ટ્રી જોઈ. આ સંભવ ન હતું જો સેનેટર રિક સ્કોટ, માઇક લી, રોન જોનસન અને સિંથિયા લુમિસે શાનદાર કામ ન કર્યું હોત.

એક પ્રમુખ તરીકે હું ગર્વ અનુભવું છું અને આ નેતાઓની સાથે મળીને અમેરિકન અર્થવ્યવસ્થાને મજબૂત કરવા, બિનજરૂરી ખર્ચ પર લગામ લાગવવા, બોર્ડર સુરક્ષાને કડક કરવા, સેના અને પૂર્વ સૈનિકોના ભલા માટે લડવા, મેડિકેડને યોગ્ય દિશામાં ઉપયોગ કરવા અને બીજા સંશોધનોની રક્ષા કરવા માટે તત્પર છું. ગોડ બ્લેસ અમેરિકા અને મેક અમેરિકા ગ્રેટ અગેઈન!'


આ વિધેયક ટ્રમ્પના પહેલા કાર્યકાળ (2017)માં કરાયેલા ટેક્સ કટ્સને આગળ વધારવા અને બોર્ડર સિક્યોરિટી, ઇમિગ્રેશન નિયંત્રણ, સેનાના ખર્ચ અને નાણાકીય અનુશાસન જેવા મુખ્ય મુદ્દાઓને પ્રાથમિકતા આપવાની દિશામાં લવાયું છે. જેમાં ટ્રમ્પની 'મેક અમેરિકા ગ્રેટ અગેઈન' નીતિની ઝલક સ્પષ્ટ જોઈ શકાય છે.

આ પણ વાંચો: ટ્રમ્પનો કેનેડાને ફરી મોટો ઝટકો, તમામ વેપાર સંબંધનો અંત, જાણો બંને દેશ પર શું થશે અસર

Tags :