Get The App

ભારત-અમેરિકાના સંબંધો પર ફરી એક વખત ટ્રમ્પનું મોટું નિવેદન, ટેરિફ અને રશિયાના તેલ મુદ્દે કર્યો દાવો

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
ભારત-અમેરિકાના સંબંધો પર ફરી એક વખત ટ્રમ્પનું મોટું નિવેદન, ટેરિફ અને રશિયાના તેલ મુદ્દે કર્યો દાવો 1 - image


Image Source: IANS

Donald Trump Statement on Modi: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાથી તેલ ખરીદવા બદલ ભારત પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી નાખુશ છે. હાઉસ જીઓપી મેમ્બર્સ રિટ્રીટમાં પોતાના સંબોધનમાં ટ્રમ્પે દાવો કર્યો કે વડાપ્રધાન મોદી તેમને મળવા આવ્યા અને કહ્યું, 'શ્રીમાન, શું હું તમને મળી શકું છું? મેં કહ્યું, હા.'

મોદી મારાથી એટલા ખુશ નથી: ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું કે, 'મારા તેમની સાથે ખૂબ સારા સંબંધો છે. તેઓ મારાથી એટલા ખુશ નથી કારણ કે તેમને ઘણા બધા ટેરિફ ચૂકવવા પડે છે. જોકે, હવે તેમણે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ખુબ ઓછું કરી દીધું છે. ભારતે તમને કહ્યું છે કે તે પાંચ વર્ષથી અપાચે હેલિકોપ્ટરની રાહ જોઈ રહ્યું છે. અમે તે બદલી રહ્યા છીએ. ભારતે 68 અપાચે હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો છે.' ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે, જેમાં રશિયન તેલની ખરીદી પર 25 ટકા ડ્યુટીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: વેનેઝુએલા પર 150 અબજ ડૉલરનું દેવું, જાણો કોણ કરશે વસૂલાત અને કોના ભાગે શું આવશે

ટેરિફથી 600 અબજ ડોલરથી પણ વધુ રકમની આવક થશે : ટ્રમ્પનો દાવો

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાને ટેરિફના લીધે 600 અબજ ડોલરથી પણ વધુ રકમ મળશે. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વના દેશો પર લગાવેલા ટેરિફના કારણે અમેરિકા રાષ્ટ્રીય સુરક્ષાના મામલામાં અને આર્થિક રીતે વધુ મજબૂત થયું છે. તેમણે આ અંગે મીડિયા પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે ફેક ન્યૂઝ મીડિયા આ પ્રકારની વાતો નહીં લે, કારણ કે તે દેશનો અનાદર કરે છે.

આ પણ વાંચો: 'આવો મને પકડી લો...', માદુરોની જેમ વધુ એક દેશના રાષ્ટ્રપ્રમુખે ડોનાલ્ડ ટ્રમ્પને ફેંક્યો પડકાર

આ મીડિયા ટેરિફના આગામી નિર્ણયોમાં હસ્તક્ષેપ કરવા માંગે છે અને જે અમેરિકન સુપ્રીમ કોર્ટના મહત્ત્વના ચુકાદાઓમાં એક છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા ટેરિફના કારણે આર્થિક અને સુરક્ષાની દ્રષ્ટિએ પહેલાં કરતાં વધુ સમ્માનિત છે. અમેરિકા સાથે ખોટો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને અમેરિકન ઉત્પાદનો પર વધુને વધુ વેરા લગાવવામાં આવી રહ્યા છે.