World

પ્લીઝ, હવે સીઝફાયરનો ભંગ ન કરતાં: ઈરાન દ્વારા ઇઝરાયલ પર હુમલા બાદ ટ્રમ્પનું નિવેદન

By GS Team
24 Jun 20252 mins read
This article was originally published on 24 Jun 2025
TukuTouch Logo
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા ઘણાં દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું હતું. જે બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે, બંને દેશ સીઝફાયર માટે સહમત થયા છે. તેમ છતાં ઈરાને મંગળવારે (24મી જૂન) મધ્ય અને દક્ષિણ ઇઝરાયલ પર આઠ બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી. જેમાં ત્રણ લોકો મોત થયા હતા. હવે ટ્રમ્પે ફરી બંને દેશોને સીઝફાયરનો ભંગ ન કરવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્લીઝ, હવે સીઝફાયરનો ભંગ ન કરતાં: ઈરાન દ્વારા ઇઝરાયલ પર હુમલા બાદ ટ્રમ્પનું નિવેદન
Images Sourse: IANS

Iran-Israel Ceasefire: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા ઘણાં દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું હતું. જે બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે, બંને દેશ સીઝફાયર માટે સહમત થયા છે. તેમ છતાં ઈરાને મંગળવારે (24મી જૂન) મધ્ય અને દક્ષિણ ઇઝરાયલ પર આઠ બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી. જેમાં ત્રણ લોકો મોત થયા હતા. હવે ટ્રમ્પે ફરી બંને દેશોને સીઝફાયરનો ભંગ ન કરવા અપીલ કરી છે.


અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર સીઝફાયર વિશે પોસ્ટ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું 'સીઝફાયર હવેથી અમલમાં આવશે. પ્લીઝ, હવે સીઝફાયરનો ભંગ ન કરતાં.'

હજુ સુધી કોઈ સીઝફાયર કરાર થયો નથી: ઈરાન

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે 12 દિવસથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે અમેરિકા અને કતારની મધ્યસ્થીથી બંને દેશ સીઝફાયર માટે સહમત થયા હતા. ઈરાને મંગળવારે (24મી જૂન) મધ્ય અને દક્ષિણ ઇઝરાયલ પર આઠ બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી. ત્યારે ઈરાનના વિદેશ મંત્રી સઈદ અબ્બાસ અરાઘચીએ કહ્યું કે, 'હજુ સુધી કોઈ સીઝફાયર કરાર થયો નથી. જ્યાં સુધી ઇઝરાયલ ઈરાન પર હુમલો કરવાનું બંધ ન કરે ત્યાં સુધી કોઈ સીઝફાયર થઈ શકે નહીં. જો ઇઝરાયલ હુમલા બંધ કરશે, તો ઈરાન બદલો લેશે નહીં.'

આ પણ વાંચો: 'ઈરાન ક્યારેય શરણાગતિ નહીં સ્વીકારે', સીઝફાયરના દાવાઓ વચ્ચે ખામેનેઈનું મોટું નિવેદન

24 કલાકમાં સત્તાવાર રીતે સમાપ્ત થઈ જશે યુદ્ધ

ઉલ્લેખનીય છે કે, અગાઉ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'ઈરાન અને ઇઝરાયલ પૂર્ણ અને અંતિમ સીઝફાયર માટે રાજી થયા છે. આગામી 6 કલાકમાં સીઝફાયર લાગુ થઈ જશે. ઈરાને પહેલા તેનું પાલન કરવું પડશે. ઈરાન દ્વારા સંઘર્ષ વિરામના પાલન બાદ આગામી 12 કલાકમાં ઇઝરાયલ પણ સીઝફાયર લાગુ કરી દેશે. આગામી 24 કલાકમાં યુદ્ધ સત્તાવાર રીતે સમાપ્ત થઈ જશે.'