World

ન્યૂયોર્કના મેયર તરીકે ભારતીય મૂળના ઝોહરાન મમદાનીને જીતાડવામાં ગુજરાતીઓની મહત્ત્વની ભૂમિકા

By GS TEAM
5 Nov 20252 mins read
TukuTouch Logo
અમેરિકાના સૌથી મોટા અને પ્રભાવશાળી શહેર ન્યૂયોર્કમાં મેયરપદની ચૂંટણીમાં ભારતીય મૂળના ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ પાર્ટીના ઉમેદવાર ઝોહરાન મમદાનીએ ઐતિહાસિક જીત મેળવી છે. આ જીત સાથે મમદાનીએ ન્યૂયોર્કના પ્રથમ ભારતીય અમેરિકન મુસ્લિમ મેયર બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. ન્યૂયોર્કમાં ઝોહરાન મમદાનીને આ જીત અપાવવામાં ગુજરાતીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ન્યૂયોર્કના મેયર તરીકે ભારતીય મૂળના ઝોહરાન મમદાનીને જીતાડવામાં ગુજરાતીઓની મહત્ત્વની ભૂમિકા

અમેરિકાના સૌથી મોટા અને પ્રભાવશાળી શહેર ન્યૂયોર્કમાં મેયરપદની ચૂંટણીમાં ભારતીય મૂળના ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ પાર્ટીના ઉમેદવાર ઝોહરાન મમદાનીએ ઐતિહાસિક જીત મેળવી છે. આ જીત સાથે મમદાનીએ ન્યૂયોર્કના પ્રથમ ભારતીય અમેરિકન મુસ્લિમ મેયર બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. ન્યૂયોર્કમાં ઝોહરાન મમદાનીને આ જીત અપાવવામાં ગુજરાતીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

વોટ શેર અને ગુજરાતી સમુદાયનો ફાળો

ચૂંટણીના પરિણામો મુજબ, ઝોહરાન મમદાનીને 50%થી વધુ વોટ મળ્યા હતા, જે તેમની લોકપ્રિયતા દર્શાવે છે. તેમની સામે લડતા પૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમોને 41% અને રિપબ્લિકન નેતા કર્ટિસ સ્લિવાને માત્ર 7.3% વોટ મળ્યા હતા. નોંધનીય છે કે ન્યૂયોર્કમાં ઝોહરાન મમદાનીને આ જીત અપાવવામાં ગુજરાતીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો: માતા હિન્દુ અને પિતા મુસ્લિમ... જાણો કોણ છે ન્યૂયોર્કના પહેલા ભારતીય મૂળના મેયર મમદાની

સાઉથ એશિયન સમુદાયના નેતા અને મમદાનીના પ્રારંભિક સમર્થક દિલીપ ચૌહાણે ઝોહરાન મમદાનીને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, "હું ખૂબ ખુશ છું કે ઝોહરાન મમદાની, એક સાથી સાઉથ એશિયન અમેરિકન જે જાહેર સેવામાં સમર્પિત છે, પોતાના વિશ્વાસ અને લક્ષ્યો પર અડગ રહ્યા. ન્યૂયોર્કને વધુ સારું બનાવવાનું તેમનું વિઝન સ્પષ્ટ છે, અને આજની જીત લોકોના તેમના પરના વિશ્વાસનું પ્રતિબિંબ છે. તે એક ઉજ્જવળ ભવિષ્યની આશા જગાવે છે અને દરેક પ્રવાસી માટે રોલ મોડલ છે.'

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આકરા ટીકાકાર ગણાતા ઝોહરાન મમદાનીએ પૂર્વ ગવર્નર અને અપક્ષ ઉમેદવાર એન્ડ્રુ કુઓમો અને રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ સ્લીવા જેવા દિગ્ગજોને હરાવીને શહેરનું નેતૃત્વ પોતાના હાથમાં લીધું છે.

ઝોહરાન મમદાની પ્રખ્યાત ફિલ્મ મેકર મીરા નાયરના પુત્ર છે. તેમની આ જીત અમેરિકન રાજકારણમાં ભારતીય ડાયસ્પોરાનું વધતું પ્રભુત્વ અને પ્રવાસી સમુદાયના યુવાનો માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડે છે.

આ પણ વાંચો: જવાહરલાલ નહેરુનો ઉલ્લેખ અને ટ્રમ્પ સામે પ્રહાર, જોહરાન મમદાનીએ વિજયી ભાષણમાં જુઓ શું કહ્યું